રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને જિલ્લાના ચૂંટણી પોલિંગ સ્ટાફ અને અધિકારીઓને EVM અને VVપેટ મશીન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વલસાડના માઈક્રો ઓબ્ઝર્વરને EVM અને VVપેટ અંગે જરૂરી માર્ગદર્શન અને જરૂરી તાલીમ શહેરના મોરારજી દેસાઈ હોલ ખાતે આપવામાં આવી હતી.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત તા.16 નવેમ્બરનાં રોજ મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલ વલસાડ ખાતે ઓબ્ઝર્વર ઓફિસરોની હાજરીમાં વલસાડ જિલ્લાનાં 90 જેટલા માઈક્રો ઓબ્ઝર્વરોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર પ્રો.દમણીયા અને ટ્રેનિંગ નોડલ ઓફિસર પારુલબેન પટેલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન ડેમોસ્ટ્રેશન સાથે ઓબ્ઝર્વેશન અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઓબ્ઝર્વરઓ કુ. મિતાલી નામચુમ, કુ.રોશની કોરાટી અને જી.રેખા રાનીએ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.