ચીમકી:વલસાડ GMERSના નર્સિગ સ્ટાફે પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે રાત્રિ સુધીમાં નિર્ણય ના લેવાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

રાજ્યમાં એક તરફ કોરોના મહામારીના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી મળી રહ્યા. આવા સમયે કોરોના વોરિયર્સ એવા GMERSના નર્સિંગ સ્ટાફ દ્વારા ઘણા સમયથી પડતર માંગણીઓ પૂરતી કરવા રજૂઆતો કરવા છત્તા રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન દાખવી GMERSના નર્સિંગ સ્ટાફ સાથે ભેદભાવનું વલણ દાખવી રહી હોવાના આક્ષેપો સાથે વલસાડ GMERS સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની ધીરજ ખૂટી જતા સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર માંગણીઓ ઉપર મંગળવાર સાંજ સુધીમાં સરકાર તરફથી કોઈ સંતોષ કારક જવાબ નહીં આપે તો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ આપી રહ્યા છે.

જી.એમ.ઇ.આર.એસ સંચાલિત હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓને ૭ માં પગારપંચનો લાભ આપીને તેની તારીખ 1 જાન્યુઆરી 2016 થી અમલ કરવાની માંગણી કરેલ છે. જે 1 એપ્રિલ 2019થી ચુકવેલ છે. નર્સિંગ સ્ટાફ્ને ભવિષ્યમાં મળવાપાત્ર ઉચ્ચતરની પોલીસી બનાવીને તેનો લાભ આપવો. 10 વર્ષથી પણ વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને નિવ્રૂતિ બાદ સીપીએફ્નો બચતનો લાભ આપવો. વર્ષ 2010થી કાર્યરત નર્સિંગ સ્ટાફ માટે પ્રમોશનની પોલીસી નક્કી કરીને હેડ નર્સ, એ.એન.એસ., ડી.એન.એસ., એન.એસ., કક્ષાનુ પ્રમોશન તાકીદે આપવું. નર્સિંગ કર્મચારીઓને એલટીસીનો લાભ આપવો. નર્સિંગ સર્વિસીસ એસન્સિયલ હોવાથી સ્ટાફને ઘણી વખત ઓવર ટાઇમ તથા ઇમરજન્સી ડ્યુટી કરવી પડે છે. આથી વાહનવ્યાવહાર ભથ્થુ આપવુ. તબીબી સારવાર નિયમો -2015 મુજબ નર્સિંગ સ્ટાફ્ને તબીબી ભથ્થા તેમજ મેડિકલ ખર્ચ રીએમ્બેસમેન્ટ નો લાભ આપવો. નર્સિંગ સ્ટાફના અવસાન બાદ આશ્રીત પરીવારને ઉચ્ચક નાણાંકીય સહાય આપવી વગેરે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...