શાંતિનો સંદેશ:નૂપુર શર્માની વિવાદિત ટીપ્પણીની અસર વલસાડમાં ન થવી જોઇએ, પી.આઇએ હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડે બેઠક કરી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા ઉપર ચાલતી અફવાઓને ધ્યાનમાં ન લેવા પી.આઇની અપીલ

વલસાડ શહેરના ધોબી તળાવ પોલીસ ચોકી ખાતે ધોબી તળાવ વિસ્તારમાં રહેતા મુસ્લિમ અગ્રણીઓ તેમજ હિન્દુ અગ્રણીઓ સાથે સીટી પીઆઇની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સોશિયલ મીડિયા ઉપર મહમદ પેગંબર ઉપર બીજેપી સાંસદ નૂપુર શર્માએ કરેલી ટિપ્પણી અને જ્ઞાનવાપી વિવાદને લઇને સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વિવાદને લઇ વલસાડ જિલ્લામાં અને વલસાડ શહેરમાં તેની કોઈ અસર ન થાય તે અંગે સાવચેતીના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીટી પીઆઇ ડી એમ ઢોલે લોકોને એકબીજા સાથે સંબંધ જાળવવા તેમજ સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ ઉપર ન પ્રેરાવવા અપીલ કરી હતી

વલસાડમાં શાંતિ જાળવવા અપીલ

બીજેપી સાંસદ નૂપુર શર્માએ મહમદ પેગંબર ઉપર કરેલી ટિપ્પણી બાદ અમદાવાદ કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકોએ નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેની અસર વલસાડ શહેર અને વલસાડ જિલ્લામાં ન થાય તેમજ વલસાડ શહેર સુલેશાંતિનો ભંગ ન થાય તે માટે વલસાડ સીટી પી.આઈ ડી.એમ ઢોલની આગેવાનીમાં ધોબી તળાવ પોલીસ ચોકી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી

બેઠકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર પોલીસ મથકના પી.આઇ ડી.એમ. ઢોલ દ્વારા લોકોને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી તેમજ વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ચાલતી આસામાજિક તત્વો પ્રવૃતિઓની જરૂરી અને સમયસર જાણકારી પોલીસને આપવા માટે પોલીસ વીભાગવતી અપીલ કરી હતી.

વલસાડ શહેરની સુલેહ શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. સ્થાનિક લોકોને જાહેર જન જીવન દરમિયાન કોઈ સાથે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા પોલીસ વિભાગને સમયસર અને જરૂરી માહિતી આપવા અહવાહન હતું. અફવાઓ સામે ધ્યાન ન આપીને શહેરની શાંતિ જાળવી રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...