તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા નેવે મુકી કર્યા કાળા બજાર:વાપીની 21st સેન્ચુરી, સેલ્બી અને વલસાડની મૃણાલ હોસ્પિટલે રેમડેસિવિર ઇન્જેકશનમાં પણ લૂંટ ચલાવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેડિકલ અને પોલીસની ટીમ દ્વારા દર્દીઓના સબંધીઓની પૂછતાછમાં મામલો બહાર આવ્યો, હોસ્પિટલોની માન્યતા કેમ રદ ન કરવી તે મુદ્દે નોટિસ
  • સિવિલે ફાળવેલા ઇન્જેક્શનો દર્દીને અપાયા કે નહીં તેની તપાસમાં ખુલાસો, 817નું ઇન્જેક્શનના 1300 રૂપિયા વસૂલ્યા હતા

વલસાડ જિલ્લાના વાપી ખાતેની 21st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલને રેડમીસીવીરના ઇન્‍જેકશનની વધુ કિંમત લેવા બદલ નોટિસ પાઠવી હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી? તે અંગે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્‍યો છે. આરોગ્ય વિભાગે ખુલાસો માંગતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.

હાલમાં વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઇરસની મહામારીમાં ખાનગી હોસ્‍પિટલો દ્વારા દર્દીઓ પાસેથી રેમડેસીવીર ઇન્‍જેકશનની નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરતા હોવાનું ધ્‍યાને આવતાં GMERS મેડીકલ કોલેજ વલસાડના મેડીકલ ઓફિસર ડો.શીતલ ખરેડીયા, ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસર કે.જે. પટેલ અને વી.ડી.પટેલ તેમજ પોલીટેકનીક કોલેજના લેકચરર એચ.વી.રાણા અને પોલીસની ટીમે વાપી ખાતેની 21st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઇરસની મહામારીમાં ખાનગી હોસ્‍પિટલો દ્વારા દર્દીઓ પાસેથી રેમડેસીવીર ઇન્‍જેકશનની નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરતા હોવાનું ધ્‍યાને આવતાં GMERS મેડીકલ કોલેજ વલસાડના મેડીકલ ઓફિસર ડો.શીતલ ખરેડીયા, ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસર કે.જે. પટેલ અને વી.ડી.પટેલ તેમજ પોલીટેકનીક કોલેજના લેકચરર એચ.વી.રાણા અને પોલીસની ટીમે વાપી ખાતેની 21st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન આ હોસ્‍પિટલ ખાતે કોવિડ-19ના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવેલા રેમડેસીવીર ઇન્‍જેકશનની કિંમત અને ઇન્‍જેકશન ખરેખર આપવામાં આવ્‍યા છે કે કેમ? તે બાબતની દર્દીઓના સગાઓને બોલાવી ખરાઇ કરતાં ઇન્‍જેકશનની નિયત કરતાં વધુ કિંમત વસુલ કરવામાં આવેલી હોવાનું જણાયું હતું. આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલે આ ત્રણેય હોસ્‍પિટલો પાસેથી તેમની હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તેનો બે દિવસમાં ખુલાસો માંગવાની સાથે આ બાબતે વિલંબ કરવામાં આવશે તો ડીઝાસ્‍ટર એકટ 1897 મુજબ કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું છે.

10 ઇન્જેક્શનો 5 દર્દીને અપાયા હતા
ફુડ એન્ડ ડ્રગ્સ, જીએમઇઆરએસ મેડિકલ વિભાગ અને પોલીસની ટીમની તપાસમાં વાપીની 2 અને વલસાડની 1 હોસ્પિટલમાં કુલ 5 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.જેમને રેમેડેસિવિરના કુલ 10 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

ડિઝાસ્ટર એક્ટ મુજબ ગુનો નોંધવા માગ
મજબૂરીનો લાભ લઇને રેમડેસિવિરના નિર્ધારીત કરતા વધુ ભાવ વસુલતી ત્રણેય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા લોક માગ ઉઠી છે. પોલીસ અને તંત્ર સામાન્ય વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરી શકતી હોય તો હોસ્પિટલ સામે કાર્યવાહી થવી જોઇએ.

આ દર્દીઓ પાસે વસુલ કરાયેલી કિમત

હોસ્પિટલપેશન્ટનું નામઇન્જ.કિમતવસુલાતપરતરકમ
શેલ્બીપાર્વતી ઇશ્વર પટેલ181789982
મૃણાલજયેશ કનુ હળપતિ181789982
21 સેન્ચુરીસંજીવ શ્રીવાસ્તવ216342600966
21 સેન્ચુરીજિતેન્દ્ર રેતીવાલા3245139001449
21 સેન્ચુરીકૌસર એસ.નગારિયા3245142001749

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...