તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વલસાડ જિલ્લા સેવા સદન-1માં 21 કચેરી ખાલી કરવા નોટિસ, 1974માં નિર્માણ પામેલી કલેકટર કચેરીની હાલત જર્જરિત

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચેરીઓ ખાલી કરી અન્યત્ર જગ્યાઓએ શિફ્ટ કરાશે

વલસાડની જિલ્લા સેવાસદન-1ની 6 માળ ધરાવતી જૂની ઇમારત જર્જરિત થઇ જતાં આરએન્ડબી વિભાગે નવી બનાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ ઇમારતમાં કાર્યરત 21 જેટલી સરકારી કચેરીઓ ખાલી કરવા વિભાગે સૂચના જારી કરી છે.

જિલ્લામાં 1974ની સાલમાં તત્કાલિન કોંગ્રેસ સરકારે 6 માળની કલેકટર કચેરીનું નિર્માણ કર્યુ હતું.છેલ્લા લગભગ 50 વર્ષની આ ઇમારત સમયના વહેણ સાથે ધીમે ધીમે જર્જરિત થઇ રહી હતી.જેમાં કલેકટર કચેરી સહિત એડિશનલ કલેકટર ડેપ્યુટી કલેકટરો,પ્રાંત સહિત 21 સરકારી કચેરી કાર્યરત હતી. 20 વર્ષ અગાઉ તેનું રંગરોગાન - મરામત કરાવ્યું હતું પરંતું હવે 50 વર્ષ થઇ જતાં આ ઇમારતના દરેક માળ પર કોલમ,પીલરો,દિવાલ પર તિરાડ પડી ગઇ છે.ઇમારત ભયજનક થાય તે પહેલા તેમાં કાર્યરત કચેરીઓ ને શિ‌ફ્ટ કરવાની નોબત આવી છે.

આ 21 કચેરીઓને ખાલી કરવા સૂચના
જિલ્લા તિજોરી કચેરી,કલેકટર રેકર્ડ શાખા- નાયબ માહિતી નિયામક કચેરી-આયોજન અધિકારી,સમાજ સુરક્ષા અધિકારી-આસિ.કમિશ્નર વાણિજ્યવેરા વસુલાત-જિલ્લા નિરીક્ષક જમીન દફતરસહાયક નિરીક્ષક-સ્થાનિકભંડોળ,હિસાબ કચેરી-મજૂર અદાલત-નાયબ પશુપાલન નિયામક-નાયબ વનસંરક્ષક ઉત્તર-નાયબ વનસંરક્ષક દક્ષિણ-જિલ્લા રોજગાર અઘિકારી-જમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારી કચેરી-જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-જિલ્લા રમતગમત અધિકારી કચેરી,મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી-સરકારી મજૂર અધિકારી ખેતી-મામલતદાર,હળપતિ ગૃહ નિર્માણ કચેરી-નિરંતર શિક્ષણ કચેરી-જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ કચેરી-નશાબંધી આબકારી કચેરી-જિલ્લા રક્તપિત અધિકારી કચેરી-ડિસ્ટ્રિક્ટ સ્ક્વોડ કોચિંગ સેન્ટર

2002માંજિલ્લા સેવાસદન-1 નામ કરણ થયું હતું
1974માં આ કલેકટર કચેરી નિર્માણ પામ્યા બાદ 2002માં આ કચેરીનું જિલ્લા સેવા સદન-1 નામકરણ થયું હતું.ત્યારબાદ એસપી કચેરીની પાછળ નવી કલેકટર કચેરી એટલે કે જિલ્લા સેવા સદન-2નું નિર્માણ કરાયું હતું.

સાંસદ કાર્યાલયની દિવાલમાં ગાબડું વડ ઉગી નિકળ્યા
વલસાડ જિલ્લાના સાંસદ ડો.કે.સી.પટેલનું કાર્યાલય પણ કાર્યરત કરવામાં છે.જેમાં બહારની દિવાલનું પણ પ્લાસ્ટરનો પોપડો ઉખડી જતાં કાટખાધેલા સળિયા દેખાવા માડ્યા છે.બીજા અને ત્રીજા માળે બહારની દિવાલમાં વડના ઝાડ ઉગી નિકળ્યા છે.

50 વર્ષ થઇ જતાં નવી બનાવવા દરખાસ્ત કરાશે
જિલ્લા સેવા સદન-1માં કાર્યરત 21 કચેરીઓને અન્યત્ર શિફ્ટ કરવા જમાવ્યું છે. તાત્કાલિક ખાલી કરવા જણાવાયું નથી,પણ વ્યવસ્થા કરવાની તાકીદ કરાઇ છે.આ જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવા માટે આરએન્ડબી દ્વારા દરખાસ્ત કરાશે.જેમાં ભાડેના મકાનોમાં ચાલતી સરકારી કચેરીઓનો પણ સમાવેશ થઇ શકશે.> નિખિલ પાંચાલ,ડે.કાર્યપાલક ઇજનેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો