તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં હાલર રોડ રેડિયોલોજિસ્ટને નોટિસ મોલ-મેડિકલ સ્ટોરમાં માસ્ક ન પહેરતા 5 દંડાયા

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લોટસ હોસ્પિટલ - Divya Bhaskar
લોટસ હોસ્પિટલ
 • હોસ્પિટલો, ડીમાર્ટ, લેબોરેટરી અને મેડિકલ સ્ટોર, ડેપો, સાઇકલ સ્ટોર પર કોવિડ ફ્લાઇંગ સ્કવોડ ત્રાટકી
 • હાઇકોર્ટના કડક તેવરના પગલે જિલ્લા તંત્ર એકશન મોડમાં
 • 7 હોસ્પિટલ સહિત 12 સ્થળોએ સ્કોડના ધામાથી ફફડાટ ફેલાયો

રાજ્યમાં કોવિડના નિયમોનો ભંગ કરનારા સામે પગલાં ભરવા હાઇકોર્ટે કડક તેવર અપનાવતા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે.બુધવારે વલસાડ કલેકટરના આદેશ સાથે મહિલા ડેપ્યુટી કલેકટરે બાગડોર સંભાળી શહેરની હોસ્પિટલો,મેડિકલ સ્ટોર્સ, શોપિંગ મોલ, ડીમાર્ટ, એસટી ડેપો, લેબોરટરી અને ક્લિનિકોનું ઓચિંતું ચેકિંગ હાથ ધરતા ફફટાડ પેસી ગયો હતો.અમુક હોસ્પિટલોમાં ચેકઅપ માટે આવેલી મહિલાઓ પોતાની સાથે બાળકોને પણ સાથે લાવતાં ડે.કલેકટરે કડક ઠપકો આપ્યો હતો.

વલસાડ શહેરની હોસ્પિટલો, લેબોરેટરી વિગેરેમાં આવતા દર્દીઓ, મૂલાકાતીઓ દ્વારા કોવિડના નિયમોનો અમલ થાય છે કે કેમ તે સ્થિતિનો તાગ મેળવવા બુધવારે ફ્લાઇંગ સ્કવોડે ધામો નાંખ્યો હતો. કોવિડ-19ની ગાઇડલાઇનના અમલ માટે રચાયેલી ફલાઇંગ સ્કવોડની ટીમ સાથે ડે.કલેકટર જ્યોતિ ગોહિલે શહેરની હોસ્પિટલોમાં અચાનક પહોંચી જઇ ત્યાં આવતાં દર્દીઓ,મુલાકાતીઓની સ્થિતિનું ચેકિંગ કરતા દોડધામ મચી ગઇ હતી.જેમણે માસ્ક અડધા પહેર્યા હોય,માસ્ક હોય તો પણ પહેરતા ન હોય,સોશ્યિલ ડિસ્ટેન્સિંગનું પાલન,સેનેટરાઇઝિંગ જેવા મુદ્દે બારિકાઇથી નિરીક્ષણ હાથ ધરાયું હતું.

આ ચેકિંગમાં હાલર રોડ પર રેડિયોલોજિસ્ટને લેખિતમાં વોર્નિંગ નોટિસ જારી કરાઇ હતી.જ્યારે બીજી હોસ્પિટલોને પણ કોવિડની ગાઇડલાઇનનું ઘ્યાન રાખી ચૂસ્ત પાલન કરાવવા તાકીદ કરાઇ હતી.આ સાથે શોપિંગ મોલ,મેડિકલ સ્ટોર્સ, ડીમાર્ટ જેવા સ્થળોએ માસ્ક પહેર્યા વિના જણાયેલાને કુલ રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.

હોસ્પિટલોમાં નિયમ ભંગ બદલ માત્ર તાકીદ કરી સંતોષ
આ હોસ્પિટલોમાં નિરીક્ષણ

 • કસ્તુરબા હોસ્પિટલ
 • લોટસ હોસ્પિટલ
 • ડોક્ટર હાઉસ
 • આશ્રય હોસ્પિટલ
 • મ્હસ્કર હોસ્પિટલ
 • અમિત હોસ્પિટલ
 • પરમ લેબોરેટરી

ડીમાર્ટ, મેડિકલ સ્ટોર્સ, સાઇકલ સ્ટોર, ડેપો પર ટીમ પહોંચી કડક કાર્યવાહી કરી
વલસાડ વશીયર ખાતે ડીમાર્ટમાં ડે.કલેકટરની ટીમ પહોંચી માસ્કનું ચેકિંગ કરતા 1 વ્યક્તિને દંડ કરાયો હતો.ઉપરાંત સુપર સાઇકલ સ્ટોર,હાલર રોડ મેડિકલ સ્ટોરમાં પણ તપાસ કરાઇ હતી.આ વિઝિટમાં કુલ રૂ.5 હજારના દંડની વસુલાત કરાઇ હતી.વલસાડ એસટી ડેપો પર માસ્ક,સોશ્સિયલ ડિસ્ટેન્સિંગની જાગૃતિ માટે માઇક પર જાહેરાત કરાવવામાં આવી હતી.

હોસ્પિટલમાં આવો તો બાળકોને પરિવારજનોને સોંપવા તાકીદ
હોસ્પિટલોમાં આવતી મહિલાઓ પુરૂષો પોતાની સાથે બાળકોને પણ લાવતાં હોવાનું જણાયું હતું.જેના પગલે ડે.કલેકટર જ્યોતિબા ગોહિલે કડક ઠપકો આપ્યો હતો.કોવિડની પરિસ્થિતિમાં બાળકોને ઘરે પરિવારજનોને સોંપીને કેમ આવતા નથી તેવો પ્રશ્ન કરી ખખડાવ્યા હતા.

માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગ પર ખાસ ભાર મૂક્યો છે
હાલમાં માસ્ક જ વેક્સિન છે તે માટે અવેરનેસ સાથે બુધવારે શહેરની લોટસ,અમિત સહિતની હોસ્પિટલોમાં જઇને નિરીક્ષણ કર્યું છે. દર્દીઓ,મૂલાકાતીઓ માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સનું પાલન કરે છે કે કેમ તે ચકાસવા અને અમલ કરાવવા તેમને સૂચના આપી છે.જિલ્લા તાલુકા કક્ષાએ પણ અલગ ટીમ બનાવી છે,જેના મારફત ચેકિંગ કરશે. > જ્યોતિબા ગોહિલ,ડે.કલેકટર,વલસાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો