છબરડા મામલે કાર્યવાહી:વલસાડમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હોવા છતા સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાતા આશાવર્કર સહિત 3 આરોગ્યકર્મીઓને નોટિસ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છબરડાનો ભોગ બનનાર કિશોર અને તેના પિતાની તસવીર - Divya Bhaskar
છબરડાનો ભોગ બનનાર કિશોર અને તેના પિતાની તસવીર
  • ડોઝ લીધા વગર જ સર્ટિફિકેટ ઈસ્યુ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા

વલસાડ શહેરના એક વેપારીના દીકરાને કોરોના રસી આપ્યા વગર રસી આપ્યાની એન્ટ્રી કરવાનો કેસ સામે આવતા વલસાડ DDOની સુચનાને આધારે જિલ્લા આરોગ્ય વિભાગે પારડી અર્બન હેલ્થ સેન્ટરના આશા વર્કર સહિત આરોગ્ય વિભાગના 3 કર્મચારીઓને 24 કલાકમાં લેખિત જવાબ આપવા નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગે વલસાડના વેપારી પાસેથી જરૂરી પુરાવાઓ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરમાં રહેતા એક વેપારીના 13 વર્ષીય દીકરાને કોરોના રસીનો બીજો ડોઝ આપ્યા વગર રસી અપાઈ ગઈ હોવાની ઓનલાઈ એન્ટ્રી કરી નાખવામાં આવી હતી. જેને લઈને વેપારીના મોબાઈલ ફોન ઉપર સર્ટી મળતા પરિવારે આરોગ્ય વિભાગને સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણ કરતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારીએ ફરિયાદ પાસેથી જરૂરી પુરાવા અને ઓડિયો કલીપ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ DDOએ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓને ફેક એન્ટ્રી ન કરવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છત્તા કર્મચારીઓ દ્વારા ખોટી રીતે એન્ટ્રી કરવામાં આવી હોવાની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી 3 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ બજાવી કર્મચારીઓના જવાબ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...