તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વલસાડ પાલિકાના વેરા ન ભરતા 7 ફલેટની જપ્તીની નોટિસ અપાઇ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 વર્ષથી રૂ.80 હજાર બાકી છતાં ભરણું કરાયું ન હતું

વલસાડ નગરપાલિકાના એડવાન્સ વેરા ભરવા માટે હાઉસ ટેક્સ દ્વારા માગણાના બિલો પહોંચાડવા છતાં શહેરના મિશન કોલોનીના એક બાકીદાર મિલકતધારકના 7 ‌ફલેટની જપ્તી કરવા નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાયો છે.આ મિલકતધારકના છેલ્લા 4 વર્ષથી વેરાની રકમ ભરવા માગણાની નોટિસ છતાં કોઇ પ્રતિસાદ ન મળતા હાઉસ ટેક્સ અધિકારીએ કડક કાર્યવાહી કરી હતી. વલસાડ નગરપાલિકાના ચાલૂ વર્ષના એડવાન્સ મિલકતવેરા માટે રાજ્ય સરકારની સૂચનાને લઇ વસુલાત કાર્યવાહી તેજ કરી દીધી છે.

માર્ચ એન્ડિંગ સુધી પણ મિલકત વેરા ન ભરનારા સામે પાલિકાએ લાલ આંખ કરી છે.સીઓ જે.યુ.વસાવાએ સમયસર વેરા ન ભરનારા સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરતા ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડે વલસાડના હાલર,મિશન કોલોનીમાં આવેલા સોલમ પાર્કના 7 ફલેટની જપ્તની નોટિસ જારી કરતા ફફડાટ ફેલાઇ ગયો હતો.ટેક્સ સુપ્રિ.રમણભાઇ રાઠોડે જણાવ્યું હતું,કે છેલ્લા 4 વર્ષથી રૂ.80 હજારનો ટેક્સ ભરવામાં ન આવતા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.પાલિકાના મિલકત વેરા 3 દિવસની મુદ્દતમાં ન ભરાશે તો મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો