તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Not A Single Positive Case Was Reported In Umargam Including Dharampur, Pardi, Kaprada And Vapi Talukas, Including A 30 year old Woman From Valsad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડની 30 વર્ષીય મહિલા સહિત ઉમરગામમાં યુવાન કોરોના પોઝિટિવ, ધરમપુર, પારડી, કપરાડા અને વાપી તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ નહિ નોંધાયો

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં ડિસેમ્બર માસ શરૂ થયા બાદ 6 દિવસમાં14 કેસ નોંધાઇ ચૂક્યા છે.રવિવારે વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં 1 મહિલા સંક્રમિત થઇ જતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.જ્યારે ઉમરગામમાં એક યુવાન પણ પોઝિટિવ થતાં સારવાર માટે દાખલ કરાયા છે.આ સાથે અન્ય 4 તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો ડિસેમ્બરથી વધવા માડ્યા છે.રાજ્યભરમાં કોરોનાના કેસો વધતાં તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇનનો કડકાઇથી અમલ કરવા તમામ શક્તિ કામે લગાડવામાં આવી રહી છે.

જાહેર સ્થળોએ કડક ચેકિંગ માટે કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી ફલાઇંગ સ્કવોડ મારફત માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગના અમલ માટે કડક કાર્યવાહી ધપાવી કોરોના સંક્રમણ રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા છે.તેમ છતાં રવિવારે વલસાડ શહેરમાં એક 30 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.જ્યારે ઉમરગામમાં પણ 45 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થતાં બંન્ને સારવાર હેઠળ મૂકાયા છે.કુલ કેસની સંખ્યા 1270 થઇ છે જ્યારે મૃત્યાંક 144 પર સ્થિર રહ્યો છે.

આ દર્દી સંક્રમિત થયા

તાલુકોગામ,સ્થળઉમરપુ-સ્ત્રી
વલસાડઅબ્રામા,સોનાદર્શન સોસાયટી30સ્ત્રી
ઉમરગામપ્રગતિ નિગર,ગાંધીવાડી45પુરૂષ

​​દાનહમાં 1 જ્યારે દમણમાં એક પણ નહી

દાદરા નગર હવેલીમાં રવિવારે કોરોના પોઝિટિવનો નવો 01 કેસ નોંધાતા આંકડો 1615 પર પહોંચ્યો છે.જેમાંથી 06 કેસ સક્રિય છે અને 1617 કેસ રિકવર થઇ ગયા છે.અને એકનું મોત થયેલુ છે. બીજી તરફ દમણમાં રવિવારે 0 કેસ સામે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો