ગુજરાત રાજ્યમાં પશુમાં દેખાતો લમ્પી સ્ક્રિન ડિઝીસ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને લઈને વલસાડ જિલ્લાના પશુ ચિકિત્સક દ્વારા તાલુકાના પશુ ચિકિત્સકની સાથે બેઠક કરીને તાલુકામાં આવતા પશુ પાલકોને લમ્પી રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં 1962 હેલ્પલાઇનની ગાડીના તબીબોને પણ લમ્પીના ચિહ્નો જોવા મળે તો તાત્કાલિક વલસાડ જિલ્લા પશુ ચિકિત્સકને જાણ કરવા અને યોગ્ય સારવાર કરવા તેમજ ચેપી પશુઓને અન્ય પશુઓથી ક્વોરન્ટાઈન કરવા માટે સૂચના આપી છે.
ગુજરાત રાજ્યમાં રાજકોટ અને કચ્છમાં પશુઓમાં લમ્પી નામના રોગથી પશુઓ પીડાઈ રહ્યા છે. ઇતરડી અને મચ્છરથી પશુઓને થતો રોગ છે. લમ્પીથી પીડાતા પશુઓને ઇતરડી કે મચ્છર કરડી સ્વસ્થ પશુઓને કરડવાથી આ રોગ ફેલાય છે. રાજકોટ અને કચ્છમાં લમ્પી રોગનો ફેલાવો થતા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અને તમામ તાલુકાઓમાં લમ્પીના રોગ અંગે પશુપાલકોમાં જાગૃતિ લાવવા અંગે સૂચના આપવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લા પશુ ચિકિત્સક દ્વારા તાલુકાઓના પશુ ચિકિત્સક અને 1962 હેલ્પઇનના તબીબોને તાલુકાઓમાં આવેલા તમામ પશુ પાલકોને લમ્પી રોગ અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લમ્પિ રોગના કેસો જોવા મળ્યા નથી. તેમ છતાં જિલ્લાના તમામ પશુ પાલકોને ગામેગામ જઈને તાલુકાના પશુ પાલકોને લમ્પી રોગ વિશે જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લમ્પી રોગ મચ્છર અને ઇતરડીથી પશુઓમાં ફેલાતો રોગ છે. જેથી અન્ય બીમારીથી પીડાતા પશુઓને પણ સ્વસ્થ પશુઓ સાથે એક તબેલામાં ન રાખવા તેમજ તબેલામાં મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ ન થાય તે માટે જરૂરી કાળજીઓ લેવા અંગે પશુ પાલકોને જાગૃતિ આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં તમામ પશુ ચિકિત્સકોને તેમના વિસ્તારમાં આવતા તમામ પશુ પાલકોના તબેલામાં જઈને ચેકીંગ કરવા તેમજ તાબેલાઓમાં મચ્છર કે ઇતરડી જેવા જંતુઓ મળી આવે તો ઇતરડી અબે મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા અંગે પશુ પાલકોને જાગૃત કરવા અંગે આજે મળેલી એક બેઠકમાં જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં ગત વર્ષે લમ્પી રોગના લક્ષણો જોવા મળ્યા હતા
વલસાડ જિલ્લામાં ગત વર્ષે લમ્પી રોગના લક્ષણો જિલ્લામાં જોવા મળ્યા હતા. જિલ્લામાં તમામ પશુ પાલકોને લમ્પી રોગ વિશે ગત વર્ષથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. લમ્પી રોગ ધરાવતા પશુઓને ક્વોરન્ટાઈન કરવા અને યોગ્ય સારવાર આપવા પશુ પાલકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. હાલ વલસાડ જિલ્લામાં 0 કેસ જોવા મળ્યા છે. તેમ વલસાડ જિલ્લા પશુ ચિકિત્સાક P J દેસાઈએ જણાવ્યું હતું.
લમ્પીના લક્ષણો
લમ્પી રોગ ગાય અને ભેંસને થતો રોગ છે. લમ્પી રોગમાં પશુઓને શરીરે ગાંઠો થઈ જાય છે. પશુઓનો ખોરાક ઘટી જાય છે. દૂધ આપતા પશુઓમાં દૂધ આપવાનું પ્રમાણ ઘટી જાય છે. અને પશુઓને તાવ શરદી જેવા લક્ષણો જોવા મળે છે. આવા પશુઓને અન્ય તંદુરસ્ત પશુઓથી દૂર કરીને નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરી નિદાન કરાવવું જોઈએ અને યોગ્ય સારવાર આપવાથી પશુઓનો મૃત્યુ દર ઘટાડી શકાય છે.
રખડતા પશુઓને સારવાર આપતી 1962ની ટીમને પણ જાગૃત કરવામાં આવી
વલસાડ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. રખડતા પશુઓને પણ સારવાર આપવા જતી 1962ની ટીમને પણ લમ્પિ રોગના લક્ષણો મળી આવે તો તાત્કાલિક જિલ્લા પશુ ચિકિત્સકની ટીમની મદદ લેવા તથા તેમને જાણ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.