દાનહ દમણદીવ ભાજપ એસટી મોરચાએ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં સેલવાસ સ્ટેડિયમમાં રાત્રે ધ્વનિ પ્રદૂષણથી વિદ્યાર્થીનીઓને તકલીફ પડતી હોવા અંગે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. સેલવાસ શહેરની વચ્ચોવચ સ્ટેડિયમ આવેલું છે.આ સ્ટેડિયમના એક છેડે મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓને રહેવા માટેની હોસ્ટેલ આવેલી છે.આ સ્ટેડિયમ પર રાત્રે કોઈને કોઈ મેચ રમાડવામાં આવે છે. મેચ દરમ્યાન લોકોની ભીડ પણ રહે છે અને જોરથી ડીજે પણ વગાડવામાં આવે છે. જેના કારણે આ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભણતરમાં ઘણી તકલીફ પડી રહી છે.
ઘણીવાર આ સંદર્ભે વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં પણ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્ટેડિયમમાં મેચ રમાડનાર ઓર્ગેનાઈઝરો ટીમ અને પ્લેયર્સની ખરીદી કરે છે અને વિવિધ જગ્યા પરથી ટૂર્નામેન્ટ કરવા માટે ફંડ એકત્રિત કરે છે. જેનો કોઈ હિસાબ નથી હોતો. પ્રશાસન તેઓ પાસે હિસાબ લેતી નથી અને ઓર્ગેનાઈઝરો એમના ખિસ્સા ભરતા રહે છે. જો પ્રશાસન દ્વારા બુકિંગ રિકવેસ્ટ ફોર્મમાં જેટલા પણ નિયમ છે એનું કોઈ પણ પાલન કરાવતું ન હોવાની રાવ કરી ભાજપ એસટી મોરચાના જિલ્લા મંત્રીએ કલેક્ટરને અનુરોધ કર્યો છે કે, રાત્રે જે ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે અને ઓર્ગેનાઈઝરો લોકો પાસે ફંડ ઉઘરાવે છે એની પરમિશન અને ફંડની રકમ તપાસી યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.