તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમદા કાર્ય:ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં બે શિક્ષકોએ કર્યું ઉમદા કાર્ય, આદિવાસી વિસ્તારના બાળકોને આપી રહ્યાં છે વિનામૂલ્યે કોમ્પ્યુટર શિક્ષણ

વલસાડ14 દિવસ પહેલા
 • જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપીને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ
 • ગામડાના વિદ્યાર્થીઓને ડિજિટલ ટેકનોલોજીની સમજ આપવા બે શિક્ષક મિત્રોએ કોમ્પ્યુટર ક્લાસ શરૂ કર્યા

દેશ એક તરફ ડિજિટલ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોમ્પ્યુટરના શિક્ષક શંકર પટેલ અને એમના સાથી અજિત શેખ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવાની પહેલ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં શિક્ષકો દ્વારા આદિવાસી વિસ્તારના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક અને ટેલી સહિતનું જ્ઞાન નિઃશુલ્ક આપવાની શરૂઆત કરી છે.

આ પહેલને લઈને ધરમપુરના આદિવાસી વિસ્તારમાં રહેતા અને ધો.10, 12 અને કોલેજમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ મળી રહે તેવા ઉમદા હેતુથી મુંબઇ અને ધરમપુરની સ્થાનિક સંસ્થાના સાહયોગથી તમામ વિદ્યાર્થીઓને હાલ બેઝિક શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રવેશ આપતી વખતે તેઓ પાસેથી કોમ્પ્યુટર કોર્ષની ફીના 10% રૂપિયા ટોકન રૂપે લેવામાં આવી રહ્યા છે. કોમ્પ્યુટરનો બેઝિક કોષ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમની પાસેથી લેધેલી ટોકન ફી પરત કરવામાં આવતી હોવાનું શિક્ષકે જણાવ્યું છે. આમ કરવાથી વિદ્યાર્થીને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન મળી રહે છે. વિદ્યાર્થીએ ફીના રૂપિયા ભર્યા હોવાથી વિદ્યાર્થીની કોમ્પ્યુટર ક્લાસમાં હાજરી વધારે જોવા મળી રહે છે.

જે કોપ્યુટર કોર્ષ માટે શહેરી વિસ્તારોમાં રૂ. પાંચ હજારથી લઇ દસ હજાર શીખવામાં આવે છે. તે જ્ઞાન આ શિક્ષકો ફ્રીમાં શીખવી રહ્યાં છે. આ બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધોરમ 10 પાસ, 12 પાસ કે કોલેજ કર્યા છતાં અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓના બાળકોને શહેરમાં માત્ર મજૂરી કરવી પડે છે. પરંતુ આ કોમ્પ્યુટર જ્ઞાન પછી શહેરમાં રોજગાર પણ મળશે અને ડિજિટીલ જ્ઞાન લઈ બાળકો આગળ વધશે.

આ અનોખો પ્રયાસ કોમ્પ્યુટરના શિક્ષક શંકરભાઈ પટેલ કરી રહ્યાં છે. જેઓ એક શિક્ષક સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને તેમની ટીમ રેઈન્બો વોરીયર્સ ટીમ આવધા ગામના સાકાર કોમ્પ્યુટર ક્લાસનું સંચાલન કરે છે. અને જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડશે. જેમાં એમની સાથે અન્ય શિક્ષકો પણ જોડાશે. આ કાર્ય શરુ કરવા પાછળ મુખ્ય હેતુ એજ છે કે આજના યુગમાં 8 પાસથી લઇ 12 પાસ સુધી કે પછી કોલેજનું જ્ઞાન મેળવ્યા પછી પણ યુવાનો મજૂરી કામ તરફ વડે છે. કારણ કે આધુનિક અને ડિજિટલ યુગમાં તેમને ડિજિટલ જ્ઞાન મળતું નથી. કારણ કે ગામડાઓમાં કોપ્યુટર ક્લાસીસ હોતા નથી અને શહેરમાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે અંતરિયાળ જંગલના વિદ્યાર્થીઓ પાસે હોતા નથી. તેઓ મહેનત મજુરી કરી પોતાનું જીવન ગુજારે છે. ગરીબ અને આદિવાસી વિસ્તારમાં બાળકો અને યુવાનો સુધી ડિજિટલ જ્ઞાન વિના મૂલ્યે પહોંચે અને તેઓને સારો રોજગાર મળે તો તેઓ પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે એ હેતુથી આ ક્લાસીસનો શુભારંભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો