તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:રસી નથી, કાલે આવજો…વલસાડમાં ફરી જથ્થો પૂરો થતા લોકોએ પરત જવું પડ્યું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પણ લક્ષ્યાંક કરતા 50 ટકા જ વેક્સિન આવી

સ્પોટ રજિસ્ટ્રેશન વચ્ચે જિલ્લામાં 22 જૂને વેક્સિનનો 50 ટકા જથ્થો આવ્યા બાદ ફરી બુધવારે પણ આ સ્થિતિ રહી હતી. વંચિત રહી ગયેલા લોકો ફરી બુધવારે મોટી સંખ્યામાં રસીકેન્દ્રો ઉપર આવી ચઢતાં ભારે હોબાળો મચી ગયો હતો.વેક્સિન ખલાસ થઇ જતાં કાલે આવજો એવું કહેવાની નોબત આવતાં લોકોએ સ્ટાફ સામે જ ભારે ગુસ્સો પ્રગટ કરતા સ્ટાફ અવાક થઇ ગયો હતો.

જિલ્લામાં મંગળવારે વેક્સિન ઓછી મળતાં બાકી રહી ગયેલા અને નવા લાભાર્થીઓનો એક સાથે ધસારો રસી કેન્દ્રો ઉપર થઇ ગયો હતો.જિલ્લામાં દૈનિક ટાર્ગેટ 14 હજારનો રાખવામાં આવ્યો છે.21 જૂન યોગ દિને આ જથ્થો નિયત મુજબ મળ્યો હતો,જેના કારણે કુલ 15 હજાર લોકોએ રસી મૂકાવતા ટાર્ગેટથી પણ વધુ 108 ટકા એચીવમેન્ટ મળ્યું હતું.જો કે 23 જૂને વેક્સિનનો જથ્થો અડધો મળતાં યુવાનો,વયસ્કોને નિરાશ થઇ રસીકેન્દ્રો પરથી પરત થવાનો વારો આવ્યો હતો.

18થી લઇ 60 સુધીના બધા જ ઉમટ્યા
બે દિવસથી વેક્સિનનો જથ્થો અડધો ઉપલબ્ધ થતાં રસીકેન્દ્રો ઉપર બુધવારે અફરાતફરી સર્જાઇ હતી. બાકી રહી ગયેલા અને નવા સહિત તમામ લોકોનો ધસારો ચાલૂ થઇ ગયો હતો. તેમા 18 પ્લસ,45 પ્લસ અને 60 પ્લસ બધા સાથે જ રસી મૂકાવવા આવતાં મુશ્કેલી વધી રહી છે.

ઓનલાઇન રજિસ્ટ્રેશનને રસી અપાઇ
18 પ્લસના ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારા માટે રસીકેન્દ્રોમાં અગાઉથી નક્કી થયેલા રસીના વાયલ મળી ગયા હતા.પરંતું જે લોકો સ્પોટ વેક્સિનેશન માટે આવ્યા તેઓ અટવાયા હતા.જ્યાં 100 વેક્સિન અપાઇ હતી ત્યાં 50 વેક્સિન તો ઓનલાઇન રજિસ્ટ્રેશનના લાભાર્થીઓ માટે રિઝર્વ હતી.

વેક્સિન જેટલી છે તેમાંથી જ ચલાવવુ પડે
લોકોએ રસી કેન્દ્દો ઉપર સ્ટાફ સામે ગુસ્સો પ્રગટ કરતાં ફરજ પરના સ્ટાફે લોકોને જવાબ આપતા કહ્યું કે,અમે શું કરીએ,જેટલી વેક્સિન ઉપલબ્ધ છે તેમાંથી ચલાવવું પડે છે.સ્લોટ રજિસ્ટ્રેશનવાળા અગાઉથી નક્કી હતા એટલે તેમને રસી આપી દીધી,બાકી બચેલી વેક્સિન મર્યાદિત રહેતા જે વહેલા આવ્યા તેને અપાઇ તેવું કહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...