જાહેરનામું:વલસાડ જિલ્લામાં 18 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી પૂર્વ મંજૂરી વગર સભા કે સરઘસ યોજી શકાશે નહીં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા કલેક્ટરે 18 નવેમ્બરથી 2જી ડિસેમ્બર સુધી સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી. આ હુકમ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રા કે એસટી બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માંગતા, મંદિર, મસ્જિદ, દેવળમાં પ્રાર્થના માટે જતી વેળા સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિઓને લાગુ પડશે નહી.

ગુજરાત વિધાનસભાની યોજાનાર સામાન્ય ચૂંટણી તથા જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લેતા વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હાએ સક્ષમ અધિકારીની મંજૂરી વિના વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.18 નવેમ્બરથી થી તા. 2જી ડિસેમ્બર સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી. આ હુકમ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રા કે એસટી બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માંગતા, મંદિર, મસ્જિદ, દેવળમાં પ્રાર્થના માટે જતી વેળા સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને મુંબઈ પોલીસ અધિનિયમ-1951ની કલમ 153(3) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઈન્સ્પેકટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...