તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વાપી,ધરમપુર અને કપરાડા તાલુકામાં કોઇ કેસ નહિ, અન્ય તાલુકામાં 95 કેસ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડ તાલુકામાં સૌથી વધુ 69 કેસ, પારડીમાં માત્ર 1 તો ઉમરગામ 25
  • વલસાડ જિલ્લામાં નવા 95 દર્દી સામે 113 દર્દી સાજા થયા,11 દર્દીના મોત

વલસાડ જિલ્લામાં ગુરૂવારે 95 નવા દર્દીઓ સામે આવ્યા તો સામે 113 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થઇ જતાં રાહત અનુભવાઇ હતી.નવા દર્દીઓમાં સૌથી વધુ 70 ટકા કેસ વલસાડ તાલુકામાં નોંધાયા હતા.આ તાલુકામાં 69 દર્દીઓ પોઝિટિવ થયા હતા.જ્યારે બીજા ક્રમે ઉમરગામ તા.માં 25 કેસ નોંધાયા હતા.આ સાથે જિલ્લામાં કોરોનાથી 11 દર્દી મોતને ભેટ્યા હતા.જિલ્લામાં ગુરૂવારે ધરમપુર અને કપરાડા તાલુકાના ગામડાઓમાં એક પણ કેસ નોંધાયો ન હતો.

આ તાલુકાના દર્દીના 11 મોત

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડનાગલા ફ.નનકવાડા65સ્ત્રી
વલસાડધારાનગર,અબ્રામા55સ્ત્રી
વલસાડસારંગપુર,પટેલ ફળિયા52પુરૂષ
વલસાડકકવાડી,મેથિયા ફળિયા40પુરૂષ
વલસાડભદેલી,શીત તળાવ68પુરૂષ
પારડીતાડ ફળિયા,નેવરી37સ્ત્રી
પારડીઉદવાડા,નવી નગરી40પુરૂષ
પારડીવેલપરવા,સ્કૂલ ફળિયા55સ્ત્રી
પારડીખેરલાવ,સામર ફળિયા37પુરૂષ
વાપીચણોદ,રાધે ક્રિષ્ના40સ્ત્રી
વાપીછીરી,સાઇ રેસિડન્સી85પુરૂષ

​​​​​​​

વાપીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઇ કેસ સામે આવ્યો ન હતો,જેના કારણે થોડી રાહત મળી હતી.પારડીમાં પણ 1 કેસ નોંધાયો હતો,પરંતું ઉમરગામ તાલુકામાં 25 નવા દર્દી નોંધાયા હતા.મે માસમાં કોરોના સંક્રમણ ખુબ તેજીથી ફેલાતા પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો નોંધાતો રહ્યો છે.જો કે સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ ઉંચી રહેતાં પરિવારજનોમાં હાશ્કારો વર્તાયો હતો.

વલસાડ 34, પારડી 26, વાપી 6, ઉમરગામના 38 દર્દી સાજા
વલસાડ તાલુકાના 34 સહિત કુલ 113 દર્દી કોરોનાની સારવારના અંતે સાજા થઇ જતાં ઘરે પહોંચ્યા હતા.આ ઉપરાંત પારડી તાલુકાના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં કુલ 26 દર્દીઓ અને ઉમરગામ તાલુકાના ગામડાઓ સહિત ગામોમાં 38 અને ધરમપુર તાલુકામાં 9 દર્દીએ કોરોના સામે સારવારમાં લડત આપી કોરોના મુક્ત થઇ ગયા હતા.

જિલ્લામાં કોરોના| કુલ દર્દીની સંખ્યા- 4693 : એક્ટિવ દર્દી- 1070 સાજા દર્દીઓ- 3260 } મૃત્યાંક- 363

અન્ય સમાચારો પણ છે...