• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • No Action Has Been Taken By The Tantra In Spite Of Repeated Representations By The Local Townspeople To The Locals That The Rainwater Drainage Works In The Area Of Umargam Municipality Are Incomplete.

કામગીરી ખોરંભે પડતા હાલાકી:ઉમરગામ નગર પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલના કામો અધૂરા રહેતા સ્થાનિકોને હલાકીની ભીતિ સ્થાનિક નગરજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરનું કામ ખોરંભે પડતાં વિસ્તારમાં પાણી ફરી વળશે તેવો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે

ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં ઉમરગામ નગર પાલિકા તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદી પાણીના નિકાલની લાઈનનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા બે મહિનાથી માહ્યાવંશી ફળિયા વિસ્તારમાં કામગીરી ખોરંભે પડતા ચોમાસામાં સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતાને લઈ સ્થાનિક રહીશોમાં હાલાકીની ભીતિ જોવા મળી રહી છે. સ્થાનિક નગરજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉમરગામ બારિયાવાડ તેમજ અન્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી માહ્યાવંશી ફળિયામાં પસાર થતું હોય છે. ત્યારે આ વિસ્તારમાં ગટરનું કામ ખોરંભે પડતાં સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળશે અને સ્થાનિક રહીશોના જાનમાલનું નુકસાન થશે તેવો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે. વરસાદી પાણીના નિકાલના નિર્માણ કાર્યમાં વેઠ ઉતારી રહ્યા હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે પ્રિમોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.

આ વિસ્તારમાં આશરે 3000 થી વધુ રહીશો ચોમાસા દરમિયાન તંત્રની ઢીલી કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા નકારી શકાય નહીં. રાજ્યમાં ભાજપ સરકાર વિકાસની હરણફાળ ભરી રહી છે. ત્યારે ઉમરગામ નગર પાલિકાની ઉદાસીનતા અને તંત્રના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશો આક્રોશ ઠાલવતાં જોવા મળી રહ્યા છે. ચોમસા પૂર્વે વરસાદી પાણી નિકાલની લાઈનની કામગીરી પૂર્ણ નહીં થાય તો આ ચોમાસામાં માહ્યાવંશી ફળિયાના રહીશો અને આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. નગર પાલિકા અને કોન્ટ્રાક્ટરને વરસાદ પહેલા વરસાદી પાણીની નિકાલની લાઈનનું કામ ગુણવત્તા વાળું બનાવી કામ પૂર્ણ કરવામાં આવે તેમ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...