ગેરકાયદેસર:વાપી GIDCમાં આવેલી પ્લાયવુડની કંપનીમાં ખેતીમાં વપરાતું નિમ કોટેડ યુરિયા ઝડપાયું, ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવી

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી પદ્માવતી ડેકોર કંપનીમાં ખેતીવાળી વિભાગના અધિકારીઓ ચકાસણી કરતા કંપનીમાં વપરાતું ખાતરની જગ્યાએ ખેડૂતના ઉપયોગી નિમ ખાતરની 22 બેગનો જથ્થો પ્લાય બનાવતી કંપનીના ગોડાઉનમાં મળી આવ્યો હતો. કંપનીઓના ઉપયોગનું ખાતર અલગ આવતું હોય છે. તેના ઉપયોગની જગ્યાએ સરકાર દ્વારા સબસીડી આપી ખેડૂતો માટે તૈયાર કરવામાં આવેલા નિમ ખાતરનો ઉપયોગ કરતા ઇન્ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડયા હતા. જે અંગે વાપી GIDC પોલીસ મથકે પદ્માવતી ડેકોર કંપની પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાપી GIDC પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી, વાપી ઉમરગામના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી વાપી GIDC વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા. ખેડૂતોને ઉપયોગી ખાતર GIDCની કંપનીઓમાં ઉપયોગ થતું અટકાવવા અને ખેતીનું ખાતર ઉપયોગ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા વાપી GIDC વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમ્યમ વાપી GIDC વિસ્તારમાં ફસ્ટ ફેઈઝમાં આવેલી પદ્માવતી ડેકોર પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પ્લાયવુડ બનાવતી કંપનીમાં રેજીન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કંપનીઓમાં વપરાતું યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોય છે. જેની સામે આવી કંપનીઓ દ્વારા કંપનીમાં વપરાતું ખાતરની જગ્યાએ ખેતીમાં સબસીડી વાળું ખેડૂતોને ઉપયોગી કરતા હોય છે. જે પદ્માવતી ડેકોર કંપનીના ગોડાઉનમાંથી નિમ યુરિયા ખાતરની 50 કિલોની 22 બેગ મળી આવી હતી. જેની ચકાસણી કરતા મુંબઈની એજન્સી પાસેથી ખેતીમાં વપરાતું નિમ યુરિયા ખાતર પદ્માવતી કંપની દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનું આધાર પુરાવા કંપનીના મેનેજરે રજૂ કર્યા હતા. જેના આધારે કંપનીના ગોડાઉનમાં નિમ યુરિયા ખાતરનો જથ્થો સિલ કરી ગાંધીનગર ખાતે ખાતરને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં નિમ ખાતર હોવાનું જણાઈ આવતા પારડી ઇન્ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારીએ વાપી GIDC પોલીસ મથકે ખેડૂતના હકનું ખાતર ઉપયોગ કરતી પદ્માવતી ડેકોર પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે FIR નોંધાવી હતી. વાપી GIDC પોલીસે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્લાય બનાવતી કંપનીઓમાં ઇડ્રષ્ટ્રિયલ કંપનીનું યુરિયા ખાતર 2500થી 3000 રૂપિયાની 50 કિલોની બેગ સામે ખેતીમાં ઉપયોગી નિમ યુરિયા ખાતર 266ની 50KGની બેગ પડતી હોય છે. કંપનીઓના ઉપયોગી ખાતરનો જથ્થો ઊંચી કિંમતે મળતો હોવાથી ખેડૂતોના હક્કનું ખાતર કંપની સંચાલકો ઉપયોગમાં લેતા હોવાથી કંપની વિરુદ્ધ વાપી GIDC પોલીસ મથકે FIR નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...