વલસાડ જિલ્લા કલેક્ટરની સુચના મુજબ આરોગ્ય વિભાગની ટીમે 45થી વધુ ઉંમરના નોકરી ધંધા રોજગારમાં વ્યસ્ત રહેતા લોકો માટે નાઈટ રસીકરણ ઝુંબેશ હાથ ધર્યુ હતું. નાઈટ રસીકરણની પ્રથમ રાત્રે 235થી વધુ લોકોએ રસી મુકાવી આરોગ્ય વિભાગના નાઈટ રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો.
વલસાડ તાલુકામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અડીને આવેલા ગામોમાં રસીકરણ જાગૃતિ વધારવા માટે જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની ટીમે ધરમપુર અને કપરાડા તાલુકાને અડીને આવેલા વલસાડ તાલુકાના ગામોમાં 45+નું રસીકરણ દર વધારવા આરોગ્ય વિભાગે અનોખો પ્રયાસ હાથ ફર્યો છે.
નોકરી ધંધા રોજગરમાં વ્યસ્થ હોય તેવા લાભાર્થીઓને ઘરે ફળિયામાં ગામમાં જઈને નાઈટ રસીકરણ ઝુંબેશ હાથ ધર્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતા સર્વે દરમિયાન નોકરી ધંધા રોજગરમાં વ્યસ્થ રહેતા લાભાર્થીઓને ફળિયામાં જઈને રસી મુકવામાં આવે છે.
આરોગ્ય વિભાગની ટીમે તાલુકામાં એકપણ વ્યક્તિ રસીકરણ વગર રહી ન જાય તે નેમ સાથે આરોગ્ય વિભાગે નાઈટ રસીકરણ જુમ્બેશ હાથ ધર્યું છે. જેમાં ખેતરમાં ખેતી કામ માટે જતા ખેડૂતો, અન્ય તાલુકાઓમાં નોકરી વ્યવસાય રોજગાર મારે જતા નોકરિયાતો માટે નાઈટ રસીકરણ ઝુંબેશ ખાસ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 235 લાભાર્થીઓએ છેલ્લા બે દિવસમાં લાભ લઈને આરોગ્ય વિભાગની નાઈટ રસીકરણ ઝુંબેશને સફળ બનાવી આરોગ્ય વિભાગની ટીમનો ઉત્સાહ વધાર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.