તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામુ:વલસાડ-વાપીમાં નાઇટ કર્ફ્યુની અવધિ 18 મે સુધી લંબાવાઇ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવશ્યક સેવા અને સારવાર માટે અવરજવર ચાલૂ

વલસાડ અને વાપી શહેરમાં 6 મેથી 12 મે સુધી નાઇટ કર્ફ્યુનો અમલ ચાલુ હતો,જેને હવે 18 મે સુધી લંબાવવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટે કર્યો છે.આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ અને હોસ્પિટલોમાં સારવાર માટેની અવરજવર ચાલૂ રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર આર.આર.રાવલે જાહેરનામુ બહાર પાડી વલસાડ અને વાપી શહેરમાં હાલમાં ચાલી રહેલા નાઇટ કર્ફ્યુની અવધિ લંબાવવામાં આવી છે.6 મેથી 12 મે સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો હતો.જેની અવધિ 12 મેએ પૂૂરી થતાં નવી સૂચના મુજબ હવે આ બંન્ને શહેરો અને તેની 5 કિમીની ત્રિજ્યામાં 18 મે સુધી નાઇટકર્ફ્યુનો ચૂસ્ત અમલ કરવામાં આવશે.જે સમય ગાળા દરમિયાન આવશ્યક સેવાઓ અને દર્દીઓની સારવાર અંગે થતી અવરજવર ચાલૂ રહશે.

અન્ય સમાચારો પણ છે...