ગજવા એ હિન્દ મુસ્લિમ સંગઠનનું આતંકી ગતિવિધિઓમાં નામ આવવાના મામલે NIAની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. રાજ્યના વલસાડ, સુરત અને બોટાદ જિલ્લામાં તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના વાપીના ગોદાલનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તપાસ કરી હતી. તપાસમાં NIAની ટીમે ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યોની પૂછપરછ કરી તપાસ કરી હતી.
જુલાઈ 2022 ના 'ગઝવા-એ-હિંદ' કેસમાં તેની તપાસને આગળ ધપાવીને, NIA એ આજે 3 રાજ્યોમાં 8 શંકાસ્પદ લોકોના ઘરો ઉપર દરોડા પાડ્યા અને શોધખોળ હાથ ધરી, જેમાં નાગપુર (મહારાષ્ટ્ર)ના 4 સ્થાનો અને ગ્વાલિયર જિલ્લામાં એક-એક સ્થાનનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના વલસાડ, સુરત અને બોટાદ જિલ્લાઓમાં રહેતા એક્ટિવ સભ્યોના ડિજિટલ ઉપકરણો (મોબાઈલ ફોન, મેમરી કાર્ડ) અને દસ્તાવેજો સહિત ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.જુલાઇ 2022માં, પીએસ ફુલવારીશરીફમાં ગઝવા-એ-હિંદ મોડ્યુલના સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેનું સંચાલન અને નિયંત્રણ પાકિસ્તાનથી કરવામાં આવતું હતું. આ કેસમાં પાકિસ્તાની નાગરિક દ્વારા શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ 'ગઝવા-એ-હિંદ'ના એડમિન મરઘૂબ અહમદ દાનિશ @ તાહિરની ધરપકડ કરવામાં આવી હતી.
વોટ્સએપ, ટેલિગ્રામ અને BiP મેસેન્જર સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ગઝવા-એ-હિંદ' જૂથો બનાવ્યા હતા. તેણે બાંગ્લાદેશી નાગરિકો માટે એક સમર્પિત વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જેનું શીર્ષક હતું -'BDGhazwa E HindBD'. આ જૂથોમાં ભારતના તેમજ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમનના ઘણા લોકોને ગુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ અને સોશ્યલ મીડિયામાં ગ્રૂપ બનાવી પ્રભાવશાળી ભારતીય યુવાનોને ભારત ઉપર વિજય મેળવવાના અંતિમ ઉદ્દેશ્ય સાથે કટ્ટરપંથી બનાવવાનો હેતુ છે. 'ગઝવા-એ-હિંદ'. આ જૂથના સભ્યોને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે 'સ્લીપર સેલ'માં કન્વર્ટ કરીને ટેરેરિસ્ટ બનાવવા પ્રોત્સાહિત કરી કટ્ટરપંથી બનાવવા માટે ગ્રુપમાં ઉશ્કેરની કરતા હોવાનું સામે આવતા શંકાસ્પદ લોકો સામે આજ રોજ NIAની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ લોકોના ઘરે ઘણા કલાકો ચેકીંગ કરવામાં આવ્યું હતું.
વાપીમાં 2 વ્યક્તિઓની પૂછપરછ
NIAની ટીમે વાપીથી 2 વ્યક્તિઓની અટકાયત પણ કરી હોવાની સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. વલસાડના વાપી વિસ્તારમાં ગોદાલનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. NIAની ટીમે છાપો માર્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુરતમાં યુવકની પૂછપરછ કરી
મહંમદ સોહેલ નામના યુવકની ગજવા એ હિન્દ સંગઠન સાથે સંપર્ક હોવાનું જણાઇ આવતા સુરતમાં NIAની ટીમ દ્વારા સુરતમાં મહંમદ સોહેલની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટીગેશન એજન્સીને શંકા છે કે મહંમદ સોહેલ દેશવિરોધી ગતિવિધિઓમાં જોડાયેલો છે. મહંમદ સોહેલ સુરતના મુગલીસરા વિસ્તારનો રહેવાસી છે.
અગાઉ પણ અન્ય યુવાનોની પૂછપરછ થઈ ચૂકી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ કેટલાક યુવકોની તપાસ કરી હતી. યુવકો સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો અન્ય કોઈ રીતે આવા આતંકી સંગઠનનો સાથે સંપર્ક કરતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં તેઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરવા માટે પણ પોસ્ટ કરતા હોય છે આવી તમામ બાબતો ઉપર એનઆઇએ ખૂબ જ ઝીણવટ ભરીને જ રાખતી હોય છે. સુરતના મુગલીસરા વિસ્તારમાં રહેતા મહમદ સોહેલની તેમણે કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા હતા. જોકે મહંમદ સોહીલની માત્ર પુષ્પ જ કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી નથી.
બોટાદમાં પણ તપાસ કરી
દિલ્હીમાં 2022ના વર્ષ દરમિયાન 'ગજવા એ હિન્દ' આંતકી પ્રવૃત્તિ હેઠળ ગુજરાત રાજ્યમાં આજરોજ અલગ અલગ પાંચ ટીમો તેમજ નાગપુર અને ગ્વાલિયરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા એક વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાને આ આંતકી પ્રવૃત્તિ હેઠળના શંકાના દાયરા વચ્ચે તેના ઘરેથી વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો અને ત્યારબાદ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે તેની અલગ અલગ પ્રકારની તપાસ અર્થે યુવાનની હાલ પૂછપરછ શરૂ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.