તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:3 કલાક પહેલા જન્મેલા નવજાત બાળકને વાપી જીઆઇડીસીમાં કચરાપેટી નજીક ત્યજી દેવાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવ માસ પેટમાં રાખનાર જનેતાનો ખોળો નવ કલાક પણ નસીબ ન થયો
  • નાળ્યુ દોરીથી બાંધેલું હોય પ્રસુતિ ઘરમાં થઇ હોવાનું પ્રાથમિક અનુમાન, નવજાતને 108માં સિવિલમાં ખસેડાયું

વાપીના J ટાઈપ રોડ પર આવેલી એક કંપની પાસે આવેલી કચરા પેટી પાસે મીણીયા થેલામાં નાઇટીમાં એક નવજાત બાળકને ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું. બાળકનો સોમવારે સવારે જ જન્મ થયો હશે. આજુબાજુના CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારો પાસે માહિતી એકત્રિત કરવામાં આવી છે.

વાપી GIDCના J ટાઈપ રોડ પાસે સોમવારે બપોરે એક કંપનીની બાજુમાં આવેલી કચરા પેટી પાસે પડેલો થેલામાં અચાનક હલન ચલન થતા સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રૉલ રૂમને જાણ કરવામાં આવી હતી. વાપી GIDC પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બિનવારસી થેલાને ચેક કરતા નવજાત બાળક મળી આવ્યું હતું. પોલીસે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા પિતાને શોધખોળ હાથ ધરી હતી. પોલીસની ટીમે તાત્કાલિક 108ને જાણ કરીને બાળકને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસની અને 108ની ટીમે બાળકને ચેક કરતા બાળક તંદુરસ્ત હતું. બાળકનો જન્મ 3 કલાક પહેલા થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. GIDC પોલીસે આજુબાજુના વિસ્તારોના CCTV ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. J ટાઈપ રોડની આજુબાજુના સ્થાનિક બાતમી દરોની મદદ મેળવી બાળકના માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સફેદ કલરના થેલામાં બાળક ત્યજી દેવાયું હતું
વાપી GIDCના J ટાઈપ રોડ પર એક કંપનીની બાજુમાં આવેલી કચરા પેટી પાસે એક થેલામાં નાઇટીમાં લપેટેલું નવજાત બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસ કરતા બાળક 3 કલાક પહેલા જન્મેલું હોવું જોઈએ તેવું અનુમાન બાળકની નાળ ચેક કરતા તેના પર દોરો બાંધેલો જોઇ લાગે છે બાળકની ડીલિવરી ઘરે જ થઇ હોવાની શક્યતા છે.

જનેતાની શોધખોળ કરાઇ રહી છે
વાપી GIDCના જે ટાઈપ રોડ અને આજુબાજુના વિસ્તારમાં લાગેલા ખાનગી CCTV ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક બાતમી દારોની મદદ મેળવી બાળકના માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોના નિવેદ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. > નાગરાજ કામળીયા, પીઆઇ, વાપી GIDC

બાળક સ્વસ્થ થતા શિશુ ગૃહમાં મોકલાશે
વાપીમાં ત્યજેલાં બાળકને હાલ વલસાડ સિવિલમાં સારવાર માટે મુકાયંુ છે. સારવાર પૂર્ણ થયા બાદ બાળકને ચીખલીના શિશુ ગૃહમાં મોકલાશે.મંગળવારે CWC બાળકની મુલાકાત લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. > સોનલબેન સોલંકી, પ્રમુખ, જિલ્લા બાળ સુરક્ષા એકમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો