તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લા પંચાયતની 38 અને 6 તાલુકા પંચાયતોની 158 બેઠક માટે ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાય તે પહેલાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.પ્રદેશ ભાજપ પ્રમુખે મહાનગરપાલિકાઓની ચૂંટણીની પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારો માટે નવો ક્રાઇટેરિયા જાહેર કરતા દાવેદારોમાં ચિંતા પેઠી છે.જ્યારે કોંગ્રેસમાં આવો કોઇ ક્રાઇટેરિયા ન હોવાથી કોઇ ચહલપહલ નથી.જો કે આ વખતે બેઠકના નવા રોટેશનથી ચિંતા વધી હતી તેમા હવે ભાજપના નવા ક્રાઇટેરિયા નિયમો લાગૂ કરાશે તો વલસાડ જિ.પં.ની 38 અને તા.પં.ની 158 બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક માજી સભ્યો સહિતના દાવેદારોમાંથી 70 ટકા જેટલા ચૂંટણીથી બહાર રહી શકે તેવી સ્થિતિ સર્જાશે.
મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે ચૂંટણી માટે 60 વર્ષથી ઉપરના,ભાજપ ના વર્તમાન હોદ્દેદારોના સગાસબંધીઓ અને સતત 3 ટર્મથી ચૂંટાયેલા સભ્યોને ટિકિટ નહિ મળે તેવી જાહેરાત કરતાં ભાજપમાં હડકંપ મચ્યો છે.વલસાડ જિલ્લામાં પણ આ મુદ્દે ભાજપના દાવેદારોમાં ચિંતા જોવા મળી રહી છે.જો કે આ જાહેરાત મહાનગરપાલિકાઓની ચૂંટણીના સંદર્ભમાં કરાઇ હોવાનું જિલ્લાના દાવેદારો જણાવી રહ્યા છે
જેથી 6 ફેબ્રુઆરીના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના દાવેદારો માટે આ જ ક્રાઇટેરિયાનો અમલ લાગૂ કરાશે કે કેમ તે બાબતે અસમંજસતા દર્શાવાઇ રહી છે.જો ભાજપમાં આ જ નિયમો લાગૂ કરાશે તો જૂના માજી સભ્યોમાંથી 70 ટકા ચૂંટણીથી બહાર થઇ જશે તેવું જણાઇ રહ્યું છે.
જો કે આ માટે વલસાડ જિલ્લામાં ચૂંટણી લડવા ઇચ્છુકોની નજર જિલ્લા તાલુકા પંચાયતો માટે 6 ફેબ્રુઆરીએ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઉપર નજર મંડાઇ છે.વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠક અને 6 જિલ્લા પંચાયતોની 158 બેઠક માટે જિલ્લામાં કુલ 12.60 લાખ મતદારો ચૂંટણીમાં મતાધિકાર માટે નોંધાયા છે.જે આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં કયા ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે જોવું રહ્યું.
જિલ્લામાં વિધાનસભા મતવિસ્તારોમાં કુલ મતદારો | ||||
વિધાનસભા | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ મતદારો |
178-ધરમપુર | 1,21,465 | 1,20,767 | 5 | 2,42,237 |
179-વલસાડ | 1,30,707 | 1,26,783 | 2 | 2,57,492 |
180-પારડી | 1,28,683 | 1,14,803 | 2 | 2,43,488 |
181-કપરાડા | 1,26,853 | 1,23,225 | 1 | 2,50,079 |
182-ઉમરગામ | 1,42,259 | 1,24,663 | 6 | 2,66,928 |
કુલ | 6,49,967 | 6,10,241 | 16 | 12,60,224 |
જિ.પં.ના 2 સભ્યો 3 ટર્મથી વિજેતા હતા
વલસાડ જિલ્લા પંંચાયતની 38 બેઠકની ચૂંટણી યોજાનાર છે.છેલ્લી 3 ટર્મથી વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભામતવિસ્તારમાંથી જિ.પં.ની બેઠક પર મીનાબેન ચૌધરી અને હનમમાળના ઝીણાભાઇ પવાર ચૂંટાતા આવ્યા છે.જો કે તેઓ 60 વર્ષથી નીચેની વયમાં આવે છે.મીનાબેન ચૌધરી અને ઝીણાભાઇ પવારે આ વખતે પણ દાવેદારી નોંધાવી છે.આ બંન્ને ભાજપના મૂળના સભ્યો છે.જે 3 ટર્મ એટલે કે છેલ્લા 15 વર્ષથી સતત ચૂંટાતા રહ્યા હતા.
નવા કેટલા મતદારો નોંધાયા | ||||
વિધાનસભા | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ મતદારો |
178-ધરમપુર | 3122 | 2803 | 5 | 5930 |
179-વલસાડ | 1787 | 1840 | 2 | 3629 |
180-પારડી | 3259 | 2862 | 2 | 6123 |
181-કપરાડા | 2328 | 2005 | 0 | 4333 |
182-ઉમરગામ | 4159 | 3841 | 6 | 8006 |
કુલ | 14,655 | 13,351 | 15 | 28,021 |
2021માં 4.03 લાખ મતદારો વધ્યા
વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ગત 2015ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 8,56,869 મતદારો હતા.આ વખતે વર્ષ 2021ની જિ.તા.પંચાયતોની ચૂંટણી માટે નવી મતદાર નોંધણી સુધારણા કાર્યક્રમના અંતે કુલ 12,60,244 મતદાર નોંધાયા છે.જેના કારણે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 4,03,355 વધુ નવા મતદારો નોંધાયા છે.
નવા નિયમોની પાર્લાંમેન્ટરી બાદ ખબર પડશે
છેલ્લી 3 ટર્મથી જિ.પં.ની ધરમપુર તાલુકાની બારોલિયા બેઠકની સભ્ય તરીકે ચૂંટાઇ હતી.હવે આ વખતે ઉમેદવારી માટે શું ક્રાઇટેરિયા છે તે 6 ફેબ્રુઆરીના રોજ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જાણવા મળશે.હાલે ઉમેદવારો માટે જે જાહેરાત જોઇ છે તે મહાનગરપાલિકાના સંદર્ભમાં હોય શકે તેવું લાગે છે,છતાં જોઇએ શું થાય છે. - મીનાબેન ચૌધરી,માજી જિ.પં.પ્રમુખ અને વર્તમાન સભ્ય
નવા નિયમો માત્ર પાલિકા માટે હોઈ શકે
હું સતત 3 ટર્મથી મારા મતવિસ્તારમાં ચૂંટાતો રહ્યો છું.60 વર્ષની અંદર છું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ દ્વારા હમણાં 60થી ઉપર,સતત 3 ટર્મથી ચૂંટાતા અને અન્ય નિયમોની જાહેરાત કરી છે તે મહાનગરપાલિકાના રેફરન્સમાં કરી હોય તેવું મને લાગે છે.6 ફેબ્રુઆરીના રોજ જિ.તા.પંચાયતો માટે મળનારી પાર્લામેન્ટરી બોર્ડમાં આ બાબતે સ્પષ્ટ થઇ જશે. - ઝીણાભાઇ પવાર,જિ.પં.ના માજી સભ્ય,હનમતમાળ,ધરમપુર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.