તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકળોનો અંત:જિલ્લા પંચાયતમાં 932 કરોડના પૂરાંતલક્ષી બજેટને નવા શાસકોની માત્ર 5 મિનિટમાં જ બહાલી

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય સભા 20 મિનિટ ચાલી,15 મિનિટમાં નવી સમિતિઓની રચના થઇ
 • નવા પ્રમુખે પ્રથમ બજેટ રજૂ કર્યું,રસ્તા,પાણી,આરોગ્ય,શિક્ષણ,કુપોષણ નિવારણ પર ભાર મૂક્યો

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તાગ્રહણ કર્યા બાદ ભાજપના નવા શાસકો દ્વારા સૌ પ્રથમ 2021-22ના બજેટ અને 9 સમિતિની રચનાનું કામ અગ્રસ્થાને રહ્યું હતું.નવા પ્રમુખ અલકાબેન શાહના અધ્યક્ષપદ અને ડીડીઓ અર્પિત સાગર,ડે.ડીડીઓ ડી.વી.મકવાણાની ઉપસ્થિતિમાં નવા શાસકોની પ્રથમ સામાન્ય સભા મળી હતી.પ્રમુખ અલકાબેન શાહે ગ્રામીણ વિકાસ માટે કુલ રૂ.932.71 કરોડના ખર્ચ સાથેનું બજેટ રજૂ કર્યું હતું.

જેમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના ખર્ચમાંથી થનારા વિકાસના કામોની પણ વિગતો આપી હતી.આ બજેટમાં ભાજપ શાસકોએ ગ્રામ્ય વિસ્તારોમાં નવા રસ્તા,પીવાનું પાણી,બાળ કલ્યાણ, શિક્ષણ, આરોગ્યના કામોને મહત્વ આપ્યું હતું.બજેટ સભા 20 મિનિટ ચાલી હતી જેમાં 15 મિનિટનો સમયમાં જિ.પં.ની 9 સમિતિઓની રચના થઇ હતી.

વિવિધ સમિતિઓની રચના કરાઇ
જિલ્લા પંચાયતની કારોબારી: ગુલાબ રાઉત,સામાજીક ન્યાય સમિતિ: ધવલકુમાર પટેલ (ડુંગરી),શિક્ષણ સમિતિ અને ચેરમેન નિર્મળાબેન જાદવ, બાંધકામ સમિતિ અને ચેરમેન મુકેશ ભગુભાઇ પટેલ,જાહેર આરોગ્ય સમિતિ અને ચેરમેન રંજનબેન પ્રવિણભાઇ પટેલ,અપીલ સમિતિ અને ચેરમેન અલકાબેન શાહ,પ્રમુખ,મહિલાબાળ વિકાસ સમિતિ અને ચેરમેન રંજનબેન રાજેશ પટેલ,ઉત્પાદન સહકાર,સિંચાઇ સમિતિ અને ચેરમેન મુકેશ નાનુભાઇ પટેલ.સમિતિની રચના બાદ સભામાં ચેરમેનપદે વિધિસર નિમણૂંક કરાશે.

પારડી તાલુકા પંચાયતનું 5 કરોડની પુરાંતવાળુ 66 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું

પારડી તા.પં. કચેરી ખાતે શુક્રવારે પ્રમુખ મિત્તલબેન પટેલના અધ્યક્ષતામાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો અને ટીડીઅો એસ.ડી.પટેલ અને એસ.ઓ સુરેશભાઈ પટેલ સહિતના કર્મચારીની હાજરીમાં સન 20- 21 ના સુધારેલા તથા વર્ષ 21-22 ના અંદાજપત્રની સર્વાનુમતે મંજૂર કર્યું હતું. વર્ષ 2020ના સુધારેલા અંદાજ મુજબ ખર્ચ રૂ. 66.03 કરોડ, તા 31- 3- 2020 ના રોજની બંધ સિલક 3 .1કરોડ અંદાજ વામાં આવી છે. જે સામે વર્ષ 21-22ની અંદાજીત આવક 61 કરોડ 66. 15 લાખ અંદાજતા રૂપિયા 5 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું છે. જેમાં સ્વભંડોળની મર્યાદિત આવકમાંથી શિક્ષણક્ષેત્રે 1.લાખ 40 હજાર, સમાજ કલ્યાણક્ષેત્રે 6 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 8 લાખ 5 હજાર, બાંધકામ ક્ષેત્રે 7 લાખ અને કુદરતી આપત્તિ ક્ષેત્રે 44. 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉમરસાડીના અપક્ષ સભ્ય બળવંતભાઈએ અધ્યક્ષને શહીદોને તેમજ ખેડૂતોની શ્રધ્ધાંજલી આપી કાર્યક્રમની શરૂઆત કરવાની રજૂઆત કરી હતી પરંતુ અધ્યક્ષે ધ્યાન આપ્યું ન હતું.

વાપી તાલુકા પંચાયતની સભામાં 14 કરોડની પુરાંતવાળા બજેટને બહાલી

વાપી તાલુકા પંચાયતની બજેટ માટેની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં 14 કરોડની પુરાંત દર્શાવતાં કુલ 66 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. આ સાથે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. હવે તાલુકા વિકાસ અધિકારી બંને સમિતિની બેઠક બોલાવી ચેરમેનોની વરણી કરશે. જોકે ભાજપ સંગઠન દ્વારા નામ અગાઉથી નકકી કરી દેવામાં આવ્યાં છે. વાપી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લવાછાના વાંસતીબેન રાજેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બલીઠાના રજનીકાંત પટેલની વરણી થયા બાદ સૌ પ્રથમ બજેટ માટેની સામાન્ય સભા શુક્રવારે મળી હતી.પ્રમુખ વાંસતીબેનની અધ્યક્ષતામાં મળેલી સભામાં ટીડીઓ શિવરાજસિંહ ખુમાણની ઉપસ્થિતિમાં નવા વરાયેલા સભ્યોને આવકારવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમણે સમગ્ર વર્ષના બજેટની માહિતી આપી હતી. વર્ષ દરમિયાન અંદાજીત 66 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. જેમાં 14 કરોડની પુરાંત તથા 52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના પણ કરવામાં આવી હતી.

2021નું બજેટ
1129.00 કરોડ કુલ આવક સરકારી અનુદાન સહિત
932.71 કરોડ કુલ ખર્ચ
196.28કરોડ પૂરાંત

નાણાં ક્યાંથી આવશે
748.00 લાખ સ્વભંડોળની આવક
1053.25 કરોડ ગ્રાન્ટ આવક
606.93 કરોડ દેવાની આવક

ઉમરગામ તા.પં.નું 125 કરોડના પૂરાંતવાળા બજેટને બહાલી
ઉમરગામ તા.પં.સભા ખંડમાં શુક્રવારે નવી બોડીના પ્રમુખ રમેશ ધાંગડાના પ્રમુખપણા હેઠળ સામાન્ય સભા મળી હતી જેમાં ઉમરગામ તા.પં.નું 125 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું.સભામાં સન વર્ષ 2021-22 નું 125 કરોડનું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું હતું જેમાં તા. 1-4-21 ના રોજ ઉઘડતી સિલક 30.87 કરોડ દર્શાવી છે. સને 2021-22 ના વર્ષ દરમિયાન થનારી અંદાજિત આવક 94.90 કરોડ જ્યારે અંદાજિત ખર્ચ 89.99કરોડ દર્શાવવ્યો છે. સભામાં રોજગાર લક્ષી સાધનના લાભાર્થીઓની યાદીમાં સમાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો