વલસાડના બીનવાડા ગામે તળાવ ફળિયામાં રહેતી મિતાલી જીજ્ઞેશભાઇ પટેલ તેના પતિ,પૂત્ર યુગ અને સાસુ પાર્વતીબેન સાથે રહે છે.સાંજે 4 વાગ્યાના સુમારે સાસુ પાર્વતીબેન ઘરની પાછળ તેમની જમીનની પાળ પાસે સફાઇ કરી રહી હતી ત્યારે ઘરની પાછળના ભાગે મોટા અવાજ સાથે કોઇ ઝગડો થતો હોવાનો અવાજ આવતા મિતાલીબેન તાત્કાલિક દોડીને પાછળ જઇને જોતાં સાસુ પાર્વતીબેન સાથે પડોશમાં રહેતો હિરેન ઉત્તમભાઇ પટેલ જમીનની હદ મામલે ઉગ્ર બોલાચાલી કરી ઝગડો કરી રહ્યો હતો.
ઉશ્કેરાઇ ગયેલા હિરેને પાડોશી મિતાલીબેનની સાસુના ગાલ ઉપર તમાચા મારી પગથી લાતો મારી ઢિક્કામૂક્કીનો માર મારી નીચે પાડી દીધી હતી.તેમને બચાવવા મિતાલીબેને દોડીને પ્રયાસ કરતાં હિરેન ત્યાંથી જતાં જતા કહ્યું કે,આજે તો તું બચી ગઇ છે,બીજી વખત અમારી જમીનમાં આવશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો.
આ દરમિયાન સાસુ પાર્વતીબેન માર લાગવાથી અર્ધબેભાન થઇ ગયા હતા.તેમને પૂછતાં પાર્વતીબેને પૂત્રીને કહ્યું કે,હિરેને અમારી જમીન પાસે કેમ આવ્યા તેમ કહી ઝગડો કર્યો હતો.પૂત્રીએ પતિ જિજ્ઞેશને જાણ કરતા સાસૂ પાર્વતીબેનને સારવાર અર્થે વલસાડ સિવિલમાં દાખલ કરી પાડોશી હિરેન વિરૂધ્ધ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.