નવસારીનું પરિવાર મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના દેવભાણ ખાતે લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યું હતું. આ દરમિયાન નવાપુર તાલુકાના મોરકરંજા ગામની સીમમાં મંગળવારે સવારે 3.00 વાગ્યાની આસપાસ કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યને ઈજા થઈ હતી. અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર નવસારીનું પરિવાર કાર નંબર (GJ-36 R-3234) લઈ ધૂલિયા જિલ્લાના દેવભાણે ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યું હતું.
મંગળવારના રોજ સવારના લગભગ 3 વાગ્યાના અરસામાં નવાપુર તાલુકાના મોરકરંજા ગામે નોટિસ અને રિકલેક્ટરના અભાવે કાર ડિવાઈર સાથે અથડાઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવારે મંગલ પુંજુ દેસલે (48), સુનિલ પોપટ પવાર (41), ગૌરવ સુનિલ પવાર (16) અને તુષાર શિવાજી પાટીલ (32) ( તમામ રહે નવસારી)ને ઈજા થઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે વિસરવાડી ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.
નવસારીના મહારાષ્ટ્રીયન પરિવારના 4 સભ્યોની કારને અકસ્માત થવાની જાણ થતાં નવસારીના તેમના સ્વજનોમાં ધ્રાસકો પડ્યો હતો અને અકસ્માતમાં ઇજા પામનાર લોકોને જે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી તે વિસરવાડી ગ્રામ્ય હોસ્પિટલમાં જવા રવાના થયા હોવાની માિહતી મળી છે. જો કે તમામ ભયમુક્ત હોવાની પણ માહિતી હોસ્પિટલના સુત્રોએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.