તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વલસાડ જિલ્લામાં તા.11મી સપ્‍ટેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે, સમાધાન લાયક કેસોનો નિકાલ કરાશે

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કોર્ટમાં ચાલી રહેલા સમાધાન લાયક સિવિલ કેસો, વીજ બીલના કેસો, ચેક બાઉન્સના કેસો સહિત કેસોના બંને પક્ષી યોગ્ય સમાધાન કરવી કેસના નિકાલ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 11 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. 11 સપ્ટેમ્બર શનિવારના રોજ જિલ્લા અદાલત ખાતે મુખ્‍ય જિલ્લા ન્‍યાયાધીશ એમ.કે.દવેના અધ્‍યક્ષસ્‍થાને તથા તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક અદાલતમાં આપના કે આપની સંસ્‍થાના સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ, જિલ્લા અદાલતો તેમજ તાલુકા અદાલતોમાં લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, બેંક લેણાં, ચેક રીટર્ન, મોટર એકસીડન્‍ટ કલેઈમના લગતા, લગ્ન વિષયક, મજુ૨ અદાલત, જમીન સંપાદન, ઈલેક્‍ટ્રીસીટી તથા પાણીના બીલના લગતા કેસો, રેવન્‍યુ કેસો, દિવાની (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) કેસો તેમજ જિલ્લા અને તાલુકા અદાલતમાં રહેલા સમાધાનને પાત્ર સીવીલ તથા રેવન્‍યુને લગતા કેસો / દાવાઓ કોઈ પણ અદાલતમાં ચાલતા હોય તેનો નિકાલ કરાશે.

જે લોકો આ લોક અદાલતમાં સમાધાન માટે આ મૂકવા માંગતા હોય તો જિલ્લા અદાલતનાં કેસ માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત બિલ્‍ડિંગ, વલસાડનો જ્‍યારે તાલુકા અદાલતનાં કેસો માટે જે તે તાલુકા અદાલતના બિલ્‍ડિંગમાં તાલુકા કાનુની સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે.

લોક અદાલતમાં સમાધાન કરવામાં આવશે, તો ભરવામાં આવેલી કોર્ટ ફીની રકમ કાયદાનુસાર મળવાપાત્ર હોય તે તમામ પુરેપુરી રકમ પરત આપવામાં આવશે, એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એમ.બી.ઘાસુરા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...