• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • National Achievement Survey Will Select More Than 5000 Students From 214 Schools Of Valsad District And Conduct A Survey On Education.

પસંદગી:નેશનલ એચીવમેન્ટ સર્વેમાં વલસાડ જિલ્લાની 214 શાળાના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓની પસંદગી, એજ્યુકેશન અંગે સર્વે હાથ ધરાયો હતો

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 5917 વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પસંદગી કરવામાં આવી

વલસાડ જિલ્લામાં મિનીસ્ટ્રી ઓફ એજ્યુકેશન-સેન્ટલ બોર્ડ ઓફ એજ્યુકેશન અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ નવી દિલ્હીના સંકલન દ્વારા વર્ષ-2021માં નેશનલ એચીવમેન્ટ સર્વે તા.12મી નવેમ્બરે સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ટેસ્ટના માધ્યમથી એજ્યુકેશન સર્વેની ટેસ્ટ યોજાઈ હતી. વલસાડ જિલ્લાની 214 શાળાઓમાંથી કુલ 5917 વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં મીનીસ્ટ્રી ઓફ એજ્યુકેશન-સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ નવી દિલ્હીના સંકલન દ્વારા વર્ષ-2021માં નેશનલ એચીવમેન્ટ સર્વે તા.12મી નવેમ્બરે સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ધોરણ-૩, 5, 8અને 10ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સર્વે માટે યોજાયેલી પરીક્ષામાં ધોરણ-3ની 34 શાળાના 773 વિદ્યાર્થીઓ, ધોરણ-5ની 36 શાળાના 908 વિદ્યાર્થીઓ, ધોરણ-8ની 61 શાળાના 1835 વિદ્યાર્થીઓ અને ધોરણ-10ની 84 શાળાના વિદ્યાર્થીઓ મળી કુલ 214 શાળાના 5917 વિદ્યાર્થીઓની સર્વે માટે પસંદગી કરવામાં આવી હતી.

આ સર્વેનું જિલ્લા કક્ષાએ સંપૂર્ણ આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારિયા, જિલ્લા નોડલ ઑફિસર-ડૉ.વર્ષાબેન કાપડિયા, પ્રાચાર્ય, ડાયેટ, વલસાડ અને જિલ્લા લેવલ કો-ઓર્ડીનેટર અચલા જોષી તેમજ જ્ઞાનધાન હાઈસ્કૂલ, વાપીના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સર્વેના પરિણામના આધારે કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા કરવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે વલસાડ જિલ્લામાંથી 214 શાળાઓના 5917 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપ્યો હતો. વિદ્યાર્થીઓના પાયાનું શિક્ષણ વધુ સુધારવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...