• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Narendra Modi's Close Ties With Valsad District Leaders, Disciples Wished PM Modi On His Birthday And Remembered The Old Days

PMનો જન્મદિવસ:વલસાડ જિલ્લાના અગ્રણીઓ સાથે નરેન્દ્ર મોદીનો અતૂટ નાતો, PM મોદીના જન્મદિન નિમિતે શિષ્યોએ શુભેચ્છા પાઠવી જૂના દિવસોને યાદ કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • ગુરૂએ શીખવેલા જીવનના અમૂલ્ય બોધ પાઠને આજે પણ જીવનમાં ઉતારી જીવન જીવતા નરેન્દ્ર મોદીના શિષ્ય
  • ધરમપુરના સાથી મિત્રો અને શિષ્યો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોડાયેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને સિદુમ્બર સાથે વડાપ્રધાનનો અતુટ નાતો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80નાં દાયકામાં 1983થી 1986 સુધી ધરમપુરના સીદુમ્બર ખાતેની વનવાસી કલ્યાણ પરિષદની નાનકડી ઓરડીમાં રહી સંઘના અને સ્વામી વિવેકાનંદના પ્રચારક તરીકેની જવાબદારી નિભાવતા હતા. નરેન્દ્ર મોદીનો ધરમપુર અને સિદુમ્બર સાથે અતુટ નાતો જોડાયેલો રહ્યો છે, એ વખતના એમના ધરમપુરના સાથી મિત્રો અને શિષ્યો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોડાયેલા છે.

વડાપ્રધાન બન્યાં બાદ નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વખત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવ્યાં ત્યારે પણ ધરમપુરના તેમના મિત્રોને ખાસ યાદ કર્યા હતા. વડાપ્રધાનના પ્રિય શિષ્ય રાહુલ વસાણી એટલે કે ડોલરને યાદ કર્યા હતા. ડોલરએ વડાપ્રધાનનો પ્રિય શિષ્ય રહી ચુક્યો છે. ધરમપુરમાં રાહુલ વસાણીને નરેન્દ્ર મોદીએ ડોલરના હુલામણા નામે પ્રચલિત કરી દીધો છે. ગુરૂ અને શિષ્ય વચ્ચે અતૂટ બંધન અને લાગણીઓ જોડાયેલી છે. ગુરૂ નરેન્દ્ર મોદીના હસ્તે મેળવેલી સંઘની વિદ્યા અને સંસ્કારોનું આજે પણ વિદ્યાર્થીઓ તેમનું સિંચન કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી ધરમપુરમાં આવે ત્યારે તેમના શિષ્યને અચુક યાદ કરે છે
શિષ્યના દિલમાં ગુરૂ વસી રહ્યા છે અને ગુરૂના દિલમાં શિષ્યનું અનોખું સ્થાન છે. તે વલસાડ જિલ્લાના ધરમપુર અને આજુબાજુના વિસ્તારોમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની જાહેર સભાઓમાં લોકોએ જોયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના શિષ્યએ ગુરૂને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. શિષ્ય અને વડાપ્રધાન જોડે પ્રચાર કરવા માટે સાઇકલ પર જતા હતા. સંઘમાં મોદીના પ્રિય વિદ્યાર્થી રહી ચૂક્યાં છે. મોદીજી ધરમપુરના પ્રવાસે આવે ત્યારે તેમના પ્રિય શિષ્ય ડોલરને અચૂક યાદ કરે છે. મોદીજી સ્વામી વિવેકાનંદના વિચોરોથી ઘણા પ્રભાવિત થયા હતા. અને ધરમપુર તાલુકાના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદના વિચારો અને તેમના મૂલ્યોનો પ્રચાર કરતા હતા. આજે પણ ધરમપુર તાલુકાના મોદીના શિષ્યો તેમના સંસ્કારોના સિંચન ઉપર તેમને યાદ કરી રહ્યા છે.

આદિવાસીઓના સિકલ સેલના પ્રોજેક્ટથી વડાપ્રધાન ખુબ પ્રભાવીત થયા હતા
વડાપ્રધાન પહેલાથી વલસાડ જિલ્લાના આદિવાસીઓના વિકાસ માટેનો વિચાર કરતા હતા. જેને લઈને આદિવાસીઓના હીત માટેનો રાજ્યનો સિકલ સેલનો પ્રથમ પ્રોજેકટ ડૉ. યઝદી ઇટાલિયાએ ખુલ્યો મુક્યો, ત્યારે નરેન્દ્ર મોદી આદિવાસીઓના આ પ્રોજેક્ટથી ખૂબ પ્રભાવીત થયા હતા. સિકલ સેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની-મોટી વાતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સેલ ડિજિસથી બચાવવા તેમની તપાસ થવી જરૂરી હતી. મોદી અને ઇટાલીયા વચ્ચે ઘણી વખત મુલાકાત થતી રહેતી હતી. દરેક વખતે સિકલ સેલમાં આદિવાસીઓને બચાવવા હજુ કેટલી કામગીરી કરી શકાય તેમ છે વગેરે વિશે ઝીણવટ ભરી વાતો તે પૂછતાં રહેતા હતા. રાજ્યના આદિવાસી લોકોને સિકલ સેલથી બચાવવા આદિવાસી વિસ્તારોમાં મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેકટ તરીકે સિકલ સેલને સામેલ કર્યો
ગરીબ કલ્યાણ યોજના વખતે દરેક જગ્યાએ સિકલ સેલની જાગૃતિના સ્ટોલ લગાવતા અને મુલાકાત દરમિયાન સિકલસેલ દર્દીઓ માટે હજુ કેટલું સારું કામ થઈ શકે તે માટે જાણકારી મેળવતા હતા. ત્યારે મોદીજી વડાપ્રધાન બન્યા બાદ સિકલસેલ પ્રોજેકટને વધુ વેગ આપીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેકટ તરીકે સામેલ પણ કર્યો છે. આદિવાસી વિસ્તારમાં રહેતા સિકલસેલ ડિજિસ અને સિકલસેલ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી રહી છે. વલસાડમાં રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણીના એક કાર્યક્રમમાં વલસાડ રત્ન તરીકે મોદીજીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે મોદીએ ડૉ. યઝદી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હજુ આપણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે ઘણા કામો કરવાના છે.

વિકલાંગ બાળકોની જગ્યાએ દિવ્યાંગ બાળકો તરીકેની ઓળખ આપી
​​​​​​​રાજ્યના બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ ઓલમ્પિકમાં રમે તે માટે મોદીએ ઘણા પ્રયાસો કર્યા હતા. ત્યારે વલસાડના બ્લાઈન્ડ રામભાઈ પટેલ જોડે તેમની વાતચીત થતી રહેતી હતી. વલસાડના રામભાઈ પટેલ સાથે વાત કરતા મોદીજીએ કહ્યું હતું કે, પંજાબ અને અન્ય રાજ્યોના લોકો કહેતા કે ગુજરાતના લોકો ફાફડા જલેબી અને ઢોકળા ખાઈને ઓલિમ્પિકમાં ભાગ ન લઈ શકે, આજે મારા ગુજરાતના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ઓલિમ્પિકમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ અને માનસિક દિવ્યાંગ બાળકો માટે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો ત્યારથી મોદીજી સાથે સંપર્કમાં વધુ આવ્યાં હતા. અમદાવાદ ખાતે ખેલ મહાકુંભની પુર્ણાહુતી પ્રસંગે મોદીજી સાથે સ્ટેજ શેર કરવાનો તેઓને મોકો મળ્યો હતો. મોદીજીએ વિકલાંગ બાળકોની જગ્યાએ દિવ્યાંગ બાળકો તરીકે વલસાડના કોજેલ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા એક કાર્યક્રમમાં ઓળખ આપી હતી. દિવ્યાંગ બાળકોને ઉપયોગી સ્માર્ટ ફોન વલસાડ જિલ્લાના પ્રજ્ઞા ચક્ષુ બાળકોને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...