વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલી એક ચાલીમાં રહેતી 12 વર્ષીય સગીરાને બાજુમાં રહેતા એક યુવકે 15 દિવસમાં 2 વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે નિર્ભય બનેલી સગીરાએ તેના નાનીને ઘટનાની જાણ કરી હતી. સગીરાની નાનીએ સગીરાની માતાને જાણ કરતા સગીરાની માતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા બાજુમાં રહેતો યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
15 દિવસમાં સગીરા પર બે વાર દુષ્કર્મ આચર્યું
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક ચાલીમાં રહેતી 12 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન અને માતા પિતા અને નાની સાથે રહેતી હતી. સગીરાના રૂમની બાજુના રૂમમાં આજમગઢનો યુવક થોડા દિવસ પહેલા રહેવા આવ્યો હતો. યુવક સગીરા સાથે વાતો કરી ફોસલાવવાનો પ્રયાસ કરતો હતો. 15 દિવસ પહેલા સગીરાના માતા પિતા નોકરીએ ગયા બાદ પડોશમાં રહેતો યુવક એકલો ઘરે હોવાથી સગીરાને તેની રૂમમાં જબરજસ્તી લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને તેના પરિવારને ન કહેવા ધમકાવી હતી. જે બાદ 5 દિવસ પહેલા સગીરાનો ભાઈ યુવકના રૂમમાં રમવા ગયો હતો તેને બોલવા ગયેલી સગીરા ઉપર યુવકે ફરી દુષ્કર્મ આચર્યુ હતું.
પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી
સગીરા 2 વખત યુવકની હવસનો શિકાર બની ચુકી હોવાથી નિર્ભય બનીને સગીરાએ સમગ્ર હકીકત તેની નાનીને કરી હતી. સગીરાની નાનીએ સગીરાના માતા પિતાને જાણ કરી હતી. સગીરાની માતાએ પડોશમાં રહેતા યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન પોલોસે યુવકના રૂમમાં ચેક કરતા યુવક રૂમમાંથી મળી આવ્યો હતો. પોલોસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.