પૌત્રીની ઉંમરની સગીરા સાથે અડપલાં:વલસાડના વાપીના ડુંગરા વિસ્તારમાં 68 વર્ષીય દુકાનદારેસગીરાને ચોકલેટની લાલચ આપી શારીરિક છેડછાડ કરી, નરાધમની ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈને જાણ ન કરવા માટે સગીરાને ધમકી આપવામાં આવી

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં વૃદ્ધ દુકાનદાર દ્વારા તેની પૌત્રીની ઉંમરની સગીરા સાથે અડપલાં કરતા નરાધમ વિરુદ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં દુકાન ધરાવતા અસારઅલીખાન જેનુલ્લાખાન ઉર્ફે લંબુચાચા ભંગારવાલાએ એક સગીરાને ચોકલેટની લાલચ આપી દુકાનમાં બોલાવી અડપલાં કર્યા હતા. સગીરાને ચોકલેટ આપી કોઈને જાણ ન કરવા ધમકી આપી હતી. પરંતુ, ભોગ બનનાર સગીરાએ નીડર બની માતા-પિતાને ઘટનાની જાણ કરતા માતાપિતાએ અસારઅલીખાન સામે ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા ડુંગરા પીલીસ મથક હદ વિસ્તરમાં આવેલી એક દુકાનમાં નજીકમાં રહેતી 11 વર્ષીય સગીરા દુકાનમાં સામાન ખરીદી કરવા ગઈ હતી. દુકાન સંચાલક અસારઅલીખાનની સગીરા ઉપર નિયત બગડતા સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી દુકાનની અંદર બોલાવી અડપલાં કર્યા હતા. સગીરાએ વિરોધ કરતા ચોકલેટ આપી સમજાવી પટાવી શારીરિક અડપલાં કર્યા હતા અને સગીરાને તેના પરિવારને કે કોઈને જાણ ન કરવા ધમકાવી એક ચોકલેટ આપી ધરે મોકલી આપી હતી.

નિર્ભય બનેલી સગીરાએ ઘરે પહોંચી માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ તાત્કાલિક ડુંગરા પોલીસ મથકે પહોંચી સગીરાને અડપલાં કરવા બદલ દુકાન સંચાલક અસારઅલીખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી. ડુંગરા પોલીસે સગીરાને અડપલાં કરનાર દુકાન સંચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...