દુષ્કર્મ:વલસાડના ઉમરગામની ભીલાડ બજારમાંથી નરાધમે 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરા ભિલાડ બજારમાં ખરીદી કરવા ગઈ હતી. તે સગીરાને માંડા ગામમાં રહેતો 23 વર્ષીય યુવક ભીલડના બજારમાંથી સગીરાનું અપહરણ કરી ગયો હતો. અને નજીકમાં આવેલી ખાડી પાસે લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા સગીરાના પરિવારના સભ્યોએ ભિલાડ પોલીસ મથકે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી 14 વર્ષીય સગીરા એકલી ભિલાડ બજારમાં ખરીદી કરવા આવી હતી. સગીરાને માંડા ગામમાં રહેતો 23 વર્ષીય રણજીત ઉત્તમભાઈ વારલી નામના યુવકે કરમબેલા ખાતે આવેલી બેરોઠા ખાડી પાસે સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ આરોપી યુવક સામે કરગરતી રહી પરંતુ આરોપી યુવકે સગીરાની એક વાત ન માની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.

ઘટનાની જાણ સગીરાના પરિવારના સભ્યોને થતા સગીરાના પરિવારે માંડા ગામના યુવક સામે FIR નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...