તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી નામંજૂર:કપરાડામાં જમીનના ઝઘડામાં મોટાની હત્યામાં નાનાભાઇના જામીન ફગાવાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપરાડામાં ઘર બાંધવા માટે જમીન માગવા ઝગડો કરનાર નાનાએ મોટાભાઇ ઉપર કૂહાડીથી હુમલો કરી પતાવી દેવામાં આરોપીના જામીન નામંજૂર કરાયા છે. 27 જૂન 2020ના રોજ કપરાડાના ગિરનારા લુંગી ફળિયામાં રહેતી યોગીતાબેન ઘરે તેના પતિ મનોજ તુળશીરામ હિલીમ સાથે હાજર હતી ત્યારે સાંજે 7 વાગ્યાના સુમારે દિયર વિલાશ આવી ચઢ્યો હતો.જેણે કહ્યું કે,બાજૂમાં પડેલી ઇંટોનો ઉપયોગ તે પોતાનું ઘર બનાવવા કરવાનો છે એટલે ઘરની બાજૂની જમીન મને આપ તેમ કહી મોટાભાઇ મનોજ સાથે ઝગડો કરવા લાગ્યો હતો.

જેમાં મામલો બિચકતા મનોજે વિલાશને બે ત્રણ થપ્પડ મારી દીધી હતી.જેના કારણે ઉશ્કેરાઇ ગયેલા વિલાશે તેના મોટાભાઇ મનોજ ઉપર બાજૂમાં પડેલી કુહાડીથી માથા અને શરીરના ભાગે હુમલો કરતાં મનોજનું મોત થયું હતું.આ હત્યાના કેસમાં આરોપી વિલાશની ધરપકડ કરાઇ હતી.જેણે ધરમપુર કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતાં સરકારી વકીલ ભરતભાઇ પ્રજાપતિની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ પી.કે.લોટિયાએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...