તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલો ગરમાયો:નગરપાલિકાની ટીમ ભંગારનું ગોડાઉન સીલ કરવા પહોંચી, સંચાલકને નોટિસ ન મળતા વીલા મોઢે પરત ફરી, સંચાલકની પત્ની-મહિલા પોલીસ વચ્ચે તૂતુમેંમેં થઇ

વલસાડ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલા PSIએ સમય સુચકતાને ધ્યાને રાખીને પરિસ્થિતિને વાળી લીધી

વલસાડમાં નગરપાલિકાની ટીમ સોમવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મદનવાડમાં આવેલા એક ભંગારના ગોડાઉનને સીલ મારવા માટે પહોંચી હતી, પરંતુ કાર્યવાહી કરવા અંગે કોઇ નોટિસ મોકલવામાં ન આવતા સંચાલકે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઇને પાલિકાની ટીમને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. આ દરમિયાન ગોડાઉનના સંચાલકની પત્ની અને મહિલા PSI વચ્ચે તુતુમેમે થઇ હતી. જોકે મહિલા PSIએ સમય સુચકતા વાપરી પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

ઠરાવના આધારે ટીમ સીલ મારવા પહોંચીપ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ નગરપાલિકાના સભ્ય પ્રવીણ કચ્છીએ રજૂઆત કરી હતી. જેને ળઇને પાલિકાની બોર્ડમાં મદનવાડમાં આવેલા ભંગારના ગોડાઉનને સીલ મારવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવના આધારે સોમવારે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદનવાડના ભીડી બજારમાં આવેલા ભંગારના ગોડાઉનને સીલ મારવા માટે પહોંચી હતી.

સંચાલકે વિરોધ નોંધાવ્યોપાલિકાએ ભંગારનું ગોડાઉન સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા ગોડાઉનના સંચાલકે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાલિકા દ્વારા 8 ફેબ્રુઆરીના રોજ ભંગારના ગોડાઉનને સીલ મારવાની કાર્યાવાહી અંગે આગોતરી જાણ કરવામાં ન આવતા ગોડાઉન સંચાલકે કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે પાલિકાની ટીમે ગોડાઉનને સીલ માર્યા વગર પરત ફરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો