તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરક્ષકોમાં આક્રોશ:રખડતા ઢોર મામલે પાલિકાની બેદરકારી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદિનું મૃત્યુ થતાં દફનવિધિ માટે પાલિકાને જાણ કરવા છતાં દાદ નહિ

વલસાડમાં રખડતા ઢોરના મૃત્યુ બાદ તેના નિકાલમાં પાલિકાની બેદરકારી સામે ગૌ સેવા દળ આમને સામને છે.પાલિકા વાહન મોકલાવીએ છીએ તેમ કહી હાથ ઉંચા કરી દે છે ત્યારે ગૌ સેવા દળના કાર્યકરોએ મૃતક પશુના નિકાલ માટે સહકાર ન આપવા સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત વલસાડમાં મુખ્યમાર્ગો ઉપર રખડતા ઢોર પાંજરાપોળમાં રાખવાની કોઇ વ્યવસ્થા પાલિકા પાસે નથી. આના કારણે શહેરમાં અકસ્માતના બનાવો છાશવારે બની રહ્યા છે.આ મોટી સમસ્યાનું કોઇ નિરાકરણ ન કરવા સામે પણ સવાલ ઉઠાવ્યો છે.રખડતા ઢોરનો અકસ્માત થાય,ઇજા થાય કે મૃત્યુ થાય તે માટે ગૌ સેવા દળના કાર્યકરો કામગીરી કરી રહ્યા છે,પણ પાલિકાએ પણ તેમાં સહકાર આપવો જોઇએ તેવી માગ કરવામાં આવી છે.

ઢોરના માલિકો કોણ તેની ખબર નથી
વલસાડમાં જે ઢોર 24 કલાક શહેરમાં રખડે છે તેના માલિકો કોણ છે તે કોઇને ખબર નથી.ખુંખાર બળદો જાહેરમાં બાખડે ત્યારે લોકોના શ્વાસ અધ્ધર થઇ જાય છે.રસ્તાના વચ્ચો વચ્ચ અડિંગો જમાવી ઢોર રોડ ઉપર બેસી જતાં ટ્રાફિકને અસર થઇ રહી છે.આ ઢોરના રહેઠાણની કોઇ વ્યવસ્થા નથી પાલિકા પાસે કે નથી તેમના માલિકોને કોઇ અસર છે.

બહાર કચરો ફેંકનારાને પાલિકા દંડ કરે
પાલિકાના વોર્ડમાં જ્યાં કચરા પેટીઓ છે તેમાં કચરો નાંખવાના બદલે અમુક લોકો પેટીની બહાર કચરો ફેંકી દે છે.જેને ખાવા માટે ઢોરો આવી જતાં હોય છે.આવા લોકોને સામે પાલિકાએ દંડનીય કાર્યવાહી કરવી જોઇએ.મૃત ગાય,બળદોના નિકાલ માટે પાલિકાએ અમને સહકાર આપવો જોઇએ.અમો અમારી રીતે ગૌ સેવાનું કામ કરી રહ્યા છીએ.> દિનેશ ચૌહાણ, પ્રમુખ,ગૌ સેવાદળ

અન્ય સમાચારો પણ છે...