તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની કાર્યવાહી:વલસાડમાં મોટાતળાવ ડેવલપમેન્ટ માટે ગેરકાયદે 25 દબાણો પર પાલિકાનો હથોડો

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિકાસમાં અવરોધરૂપ હતા, પીચિંગ,પાળા-પગથિયાં બનાવવા પૂર્વે પાલિકાની કાર્યવાહી

વલસાડ શહેરના મોગરાવાડીમાં 47000 ચો.મી.નો ઘેરાવો ધરાવતા મોટાતળાવને પાલિકા દ્વારા રૂ.52 લાખથી વધુ ખર્ચે ડેવલપ કરવા અને સરકારે તળાવને ઉંડું કરી જળસંગ્રહ કરવાની કાર્યવાહી પૂર્વ તેના ફરતે ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા ફફડાટ ફેલાયો હતો.આ તળાવના વિકાસથી સ્થાનિક ભૂગર્ભના જળ સ્તર ઉંચા આવશે અને લોકોને અનેક ધાર્મિક પ્રસંગોમાં પણ ઉપયોગી નિવડશે વલસાડ શહેરના મોગરાવાડી ઝોનમાં આવેલા તળાવની ચોરતરફ ઠેર ઠેર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નિકળ્યો હતો.

નાના મોટા દબાણોને લઇ તળાવની પાળ ભરચક બની ગઇ હતી.ચોમાસામાં વારેઘડીએ આ તળાવ ભારે વરસાદના દિવસોમાં ફુટી જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને પારાવાર નુકસાન વેઠવું પડે છે.ઉનાળા પહેલાં જ આ તળાવ સુકાઇ જતાં તે બિનઉપયોગી બની રહે છે.પાલિકાએ રૂ.52 લાખથી વધુ ખર્ચે તેનો વિકાસ કરવા નિર્ણય લીધો હતો.

દરમિયાન સરકારે આ તળાવને સુજલામ સુફલામ યોજના હેઠળ ઉંડું કરવા નક્કી કરતાં જિલ્લા કલેકટર આર.આર.રાવલે આ યોજના હેઠળ તંત્રને મંજૂરી આપી હતી.જેની કામગીરી શરૂ કરવાની તૈયારી હાથ ધરાઇ છે ત્યારે પાલિકાના સીઓ જે.યુ.વસાવા અને તેમની ટીમે મોગરાવાડીના તળાવની આસપાસના ગેરકાયદે દબાણોના અવરોધને દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરી હતી.વિપક્ષ નેતા મોગરાવાડીના કોર્પોરેટર ગીરીશ દેસાઇ,સંજય ચૌહાણ સ્થળ પર પહોંચી ગયા હતા.

ધાર્મિક પ્રસંગે તળાવ ઉપયોગી બનશે
પાલિકા દ્વારા મોટાતળાવને ડેવલપ કરવા માટે ઉત્તર ભાગમાં 141 મીટરના રિંગરોડ જેવા પગથિયાં,6 મીટર પહોળાઇની 160 મીટર લંબાઇની પાકી રબર પીચિંગ,20 ફુટ પહોળાઇના પાળાના નિર્માણથી છઠ્ઠ પૂજા માટે મહિલાઓ,બાળકો સહિતના બિહારના સ્થાનિક શ્રધ્ધાળુઓને ધાર્મિક પ્રસંગ માટે ખુબ ઉપયોગી રહેશે. > ગીરીશ દેસાઇ,વિપક્ષ નેતા,સભ્ય,મોગરાવાડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો