તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તવાઇ:વલસાડ શહેરમાં ફાયર સેફ્ટી NOC નહિ લેનાર એકમોને બિનવપરાશ જાહેર કરવા પાલિકાની કાર્યવાહીથી ફફડાટ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સરકાર ના આદેશ બાદ પાલિકા તંત્ર જાગ્યું , NOC નહિ હશે તો પાણી, ડ્રેનેજ સુવિધા પણ બંધ કરાશે
 • પ્રાદેશિક ફાયર ઓફિસર, સુરત ખાતેથી તાત્કાલિક એનઓસી મેળ‌વી લેવા ચીફ ઓફિસરે સૂચના જારી કરી

આગના બનાવો રોકવા માટે કોમર્શિયલ કોમ્પલેક્ષો, હોટલ રેસ્ટોરન્ટો સહિતના એકમોમાં ફરજિયાત ફાયર સેફ્ટીના નિયમનો અમલ કરવા સરકારે આદેશો જારી કરતા વલસાડ પાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. વલસાડ નગરપાલિકાએ તાત્કાલિક એક ફરમાન જારી કરી સરકાર દ્વારા નિર્દિષ્ટ કરાયેલા જે એકમોમાં ફાયર સેફ્ટીની એનઓસી મેળવી નથી તેને બિનવપરાશ જાહેર કરવા સખત કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપતા ફફડાટ ફેલાયો છે.

વલસાડ પાલિકા હદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન કલાસિસ, કારખાનાઓ, કોમર્શિયલ બિલ્ડિંગો, સરકારી ઇમારતો, હોટલ, રેસ્ટોરન્ટો, પેટ્રોલપંપોના માલિકો, ભોગવટેદારોમાં જો ફાયર સેફ્ટીની સુવિધાઓ નહિ હશે તો તેમના પર કાર્યવાહી કરવાની તૈયારી પાલિકા તંત્રએ હાથ ધરી છે. રાજ્ય સરકારે આવા તમામ એકમોએ ફાયર સેફ્ટીની એનઓસી ફરજિયાત લેવા આદેશો જારી કર્યા હતા. જેના અમલીકરણ માટે મહાનગરપાલિકાઓ અને પાલિકાઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

વલસાડ શહેરમાં પણ આવા એકમો ધરવાતા માલિકો, ભોગવટેદારોને ફાયર સેફ્ટીની સુવિધાઓ પૂર્ણ કરી NOC, પ્રાદેશિક ફાયર ઓફિસર, સુરત ખાતેથી તાત્કાલિક એનઓસી મેળ‌વી લેવા ચીફ ઓફિસર જે.યુ.વસાવાએ સૂચના જારી કરી છે. જો આ એકમો દ્વારા ફાયર એનઓસી લેવામાં નહિ આવશે તો પાલિકા કડક કાર્યવાહી કરશે. જેમાં એનઓસી વિનાના એકમોને બિનવપરાશ જાહેર કરી પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુ‌વિધાઓ બંધ કરવા સહિતની જરૂરી તમામ કાર્યવાહી કરાશે તેવી ચીમકી આપવામાં આવી છે.આ માટે જરૂરી માર્ગદર્શન માટે વલસાડ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં તમામ વિગતો ઉપલબ્ધ કરવામાં આવશે.

ગુજરાત ફાયર અધિનિયમ અને ટાઉન પ્લાનિંગ એક્ટમાં આ બાબતનો સમાવેશ
ગુજરાત ફાયર અધિનિયમ તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઇ કરવામાં આવી છે.વલસાડ પાલિકાના શહેરી હદ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો,હોટલો,રેસ્ટોરન્ટો,કોમર્શિયલ કોમ્પલેક્ષો,પેટ્રોલપંપના માલિકો,ટ્યુશન વર્ગોના માલિકો ભોગવટેદારોને ફાયર સેફ્ટીની એનઓસી તાત્કાલિક મેળવી રાજ્ય સરકારના ફાયર અધિનિયમનો અમલ કરવા તાકીદ કરાઇ છે.

સરકારી કચેરીની બિલ્ડિંગો માટે પણ ફાયર સેફટીની એનઓસી ફરજિયાત
રાજ્ય સરકારના આદેશ હેઠળ સરકારી ઇમારતોમાં પણ ફાયર સેફ્ટી સુવિધાઓ પર્યાપ્ત હોવાની એનઓસી લેવાનું ફરજિયાત કરાયું છે.વલસાડમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કલેકટર કચેરી,જિ.પં.કચેરી,તા.પં.કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ માટે પણ ફાયર સેફ્ટી એનઓસી લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો