તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:એન્ટિલિયા કેસ મામલે મુંબઈ ATSની ટીમે દમણથી એક કાર કબજે કરી, કારનો ઉપયોગ દમણના ઉદ્યોગપતિ કરતા હતા

દમણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુતકાળમાં સચિન વાઝેએ પણ કાર વાપરી હોવાનો ખુલાસો

દમણના રાધામાધવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી અભિષેક અગ્રવાલ પાસેથી એક લકઝરીયસ કાર સોમવારે મોડી રાત્રે મુંબઈની ATSની ટીમે કબ્જે કરી હતી. જે સચિન વાઝે અને મનસુખ હિરેન મામલે વોલ્વો કાર મુંબઈ ATSની ટીમે કબ્જે કરી વધુ તપાસ માટે મુંબઈ ATS કચેરી ખાતે કારને લઈ ગયા છે.

દમણની કંપનીના માલિક અનિલ અગ્રવાલ સાથેની વાતચીતમાં તેમણે દિવ્ય ભાસ્કર વેબની ટીમને જણાવ્યું હતું કે, આ વોલ્વો કાર મુંબઇની મારા મિત્ર, ઇસ્માઇલની છે, તેણે ઘણા વર્ષો પહેલા વોલ્વો કાર ગિફ્ટ આપી હતી. આ કારના દસ્તાવેજી કાગળો પણ હજી ઇસ્માઇલના નામે જ છે.

અનિલ અગ્રવાલનો છોકરો, જેનું નામ અભિષેક અગ્રવાલ છે, તેની મિત્રતા સચિન વાજે સાથે હતી, જ્યારે સચિન વાઝે ને નોકરીથી સસ્પેન્ડ કર્યા, ત્યારે સચિન વાઝે મુંબઈથી દમણ આવ્યો હતો. અને દમણની ડેલટીન હોટલમાં સચિન વાઝે રોકાયો હતો. સચિન વાઝે અભિષેક અગ્રવાલ સાથે આત્મીયતા સાથે ઘનિષ્ટ મિત્રતા હતી. જ્યારે પણ અભિષેક અગ્રવાલ મુંબઇ જતા ત્યારે તે સચિન વાઝેને મળતો હતો. તેની સાથે મુંબઈમાં રોકાતો પણ હતો. અભિષેક વાઝે સાથે ફેમિલી સંબંધ બની ગયા હતા.

અભિષેકના પિતા અનિલ અગ્રવાલએ કહ્યું હતું કે જ્યારે સચિન મુંબઇ જતો હતો ત્યારે તે આ વોલ્વો કાર લઇ જતો હતો, ઘણી વાર સચિન પણ દમણથી આ કાર લઈ મુંબઈ જતો હતો. સોમવારે મુંબઈ ATSની ટીમે આવીને ગાડીની ચાવી વગેરે માંગ્યું હતું. જેથી ATSને તમામ રીતે તપાસમાં મદદ કરી રહ્યા છે. સોમવારે રાત્રે મુંબઈ ATSની ટીમ કારને લઈને મુંબઈ ATS કચેરીએ લઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો