તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Moti Koraval Village Of Dharampur Taluka At The Highest Point Is On The Verge Of Becoming The Second Hill Station Of The District.

નયનરમ્ય દૃશ્ય:સૌથી ઊંચાઇએ આવેલું ધરમપુર તાલુકાનું મોટી કોરવળ ગામ જિલ્લાનું બીજુ હિલ સ્ટેશન બનવાની કગારમાં

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકામાં આવેલું મોટી કોરવળ ગામ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું તાલુકાનું સૌથી ઊંચાઇ પરનું ગામ છે. અહીં ડુંગરાળ વિસ્તારમાંથી પારનદી પસાર થાય છે. મોટી કોરવળ વિલ્સનહીલથી અંદાજીત 60 કિમી દૂર આવેલું ગામ છે. આ વિસ્તાર ચોમાસામાં ચારેબાજુ હરિયાળી જોવા મળતી હોય છે. મોટી કોરવળ વિસ્તારમાં સહેલાણીઓ હાલ ચોમાસાના માહોલ્લનો આનંદ માણવા માટે આવી રહ્યા છે.

પહાળો ઉપર વાદળોની ચાદર અને નીચે લીલાછમ વૃક્ષોની હરિયાળી વચ્ચે પસાર થતી પારનદીનું આ નયનરમ્ય દૃશ્ય સહેલાણીઓને આકર્ષે છે. મોટાભાગે ગુજરાતના સહેલાણીઓ હિલ્સસ્ટેશન વિલ્સનહિલ જ આવતા હોય છે. પરંતુ અહીં આવ્યા બાદ સ્થાનિકો તેમને મોટી કોરવળનો માર્ગ દર્શાવે છે. જેના કારણે આ ગામ ધીમે ધીમે હિલ સ્ટેશન માટે જાણીતું બની રહ્યું છે. મોટી કોરવળમાં રાજ્ય સરકારની અસ્ટોલ યોજના હેઠળ કરોડોના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપ લાઇનનું કામ પૂર જોશમાં ચાલુ છે જેનાથી ગામડાઓને પાણી પુરૂ પડાશે.

અન્ય સમાચારો પણ છે...