તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજા ઓળઘોળ:વાપીમાં સૌથી વધુ 4, વલસાડમાં 3.5 ઇંચ, હજી 3 દિવસ ભારે

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રણ દિવસથી પવન સાથે વરસાદ, કપરાડા 3,ધરમપુર 3, ઉમરગામ 2.5, પારડી 2 ઇંચ
  • લોકમાતાઓ ગાંડીતૂર { વલસાડ પાલિકાનો ડેમ છલકાયો { ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં ધરતી પુત્રોને નુકશાની

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાનો મિજાજ આક્રમક બન્યો છે.મંગળવારે જિલ્લાની જંગલ પટ્ટી ઉપર આવેલા અંતરિયાળ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી લોકમાતાઓ ગાંડીતૂર બનતાં વલસાડ સહિત નીચાણના વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રએ એલર્ટ કરવા પડ્યા હતા.આ સાથે પોલીસ અને તંત્રની ટીમને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.સોમવારે સાંજે 4થી બીજા દિવસ મંગળવારે સાંજે 4 સુધીના ગાળા દરમિયાન વલસાડ તાલુકામાં 3.5 ઇંચ અને વાપી તાલુકામાં 4 ઇંચ અને કપરાડા તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.સોમવારે સાંજથી રાત્રિ અને મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.કપરાડા તાલુકામાં મેઘરાજાના આકરા તેવરને લઇ પારનદી,કોલક અને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિનો માહોલ સર્જાયો હતો.વલસાડના ધરમપુર તાલુકામાં પણ ભારે વરસાદ છેલ્લા 3 દિવસથી ચાલૂ રહેતા તાન,માન,ઔરંગાનદી અને લાવરી નદીમાં ભારે પાણીનો પ્રવાહ ધસમસતા પાણીના કારણે બંન્ને કાંઠે વહેવા માડી હતી. ચહલપહલ ઠપ થઇ ગઇ હતી.

ધરમપુરથી નિકળતી ઔરંગા વલસાડના મધ્યેથી પસાર થતાં પૂરના પાણીની સપાટી 6.9 મીટર સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારોને વહીવટી તંત્રએ અલર્ટ કરી દીધાં હતા.વલસાડ તાલુકાના નદીકાંઠાના પટ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા સૂચના જારી કરી અધિકારીઓ અને પોલીસને પણ સતર્ક રહેવા આદેશ કરાયો હતો. એક ધારા વરસાદને પગલે શહેરી વિસ્તારના ડામર રોડ ઉખડી ગયા હતા.

ક્યાં કેટલો વરસાદ
તાલુકોસોમમંગળવરસાદ મિમિ
ઉમરગામ492069
કપરાડા611273
ધરમપુર66571
પારડી172845
વલસાડ582987
વાપી692493

​​​​​​​

તાલુકો સોમ સાંજે 4થી સવારે 6 મંગળ સવારે 6થી સાંજે 6 વરસાદ મિમિ

​​​​​​​મોસમ વિભાગના જણાવ્યા મુજબ હજુ 3 દિવસ એટલે કે બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાનહ અને દમણમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગે આ ત્રણ દિવસ માટે રેડ અને ગ્રીન એલર્ટ જાહેર કર્યું છે.

વલસાડમાં સમદ્રી ભરતીની સંભાવના
મંગળવારે મ‌ળસ્કેથી જ ઔરંગા નદીમાં પાણી વધી રહી હતી.જો કે દિવસ દરમિયાન સમુદ્રી ભરતી ઓછી રહેતાં લોકોને હાશ્કારાો મળ્યો હતો.કારણ કે જો સમુદ્રી ભરતીના પાણી આવે તો વરસાદી અને ભરતીના પાણી એક સાથે થઇ જવાનો ભય નીચાણવાળા વિસ્તારોમાં છવાયો હતો.જો કે ભરતી ન આવતાં રાહત મળી હતી.જ કો શહેરના કાશ્મીર નગર,તરિયાવાડ,હનુમાનભાગડા,લીલાપોર,વેજલપોર જેવા નીચાણવાળા વિસ્તારોના રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

વોટર વર્કસ ડેમના 19 ફુટથી ઉપર પાંચ પગથિયાં સુધી પાણીનું લેવલ પહોંચી ગયું
વલસાડ શહેર અને નજીકના ગામોમાં પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતા નગરપાલિકાના વોટર વર્કસનો ડેમ ભારે વરસાદના કારણે છલકાઇ જતાં શહેરીજનોને રાહત મળી છે.આ સાથે નગરપાલિકાના શાસકો અને તંત્રએ પણ હાશ્કારો અનુભવ્યો છે.વોટર વર્કસ ડેમના 19 ફુટથી ઉપર 5 પગથિયાં સુધી પાણીનું લેવલ પહોંચી જતાં વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...