તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વલસાડ જિલ્લાના મૃર્તિકારોએ આજીવિકાના મુદ્દે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે બનાવેલી શ્રીજીની પ્રતિમાઓ હજુ ગોડાઉનમાં જ પડી છે
  • આ વર્ષે કોરોના ગાઇડલાઇન પ્રમાણે છુટછાટ આપવા માંગ કરાઇ

કોરોના મહામારીનો લઈને રાજ્યના તમામ મૂર્તિકરોની હાલત કફોડી બની છે. ગત વર્ષે શ્રીજીની મૂર્તિ બનાવતા મૂર્તિ કારોની આજીવિકા ફક્ત ગણેશ ઉત્સવ ઉપર આધારિત હોય છે. મૂર્તિકરો સમગ્ર વર્ષ દરમિયાન શ્રીજીની આહલાદક મૂર્તિઓ બનાવતા હોય છે. ગત વર્ષે તમામ મૂર્તિ કારોને કોરોના મહામારી દરમિયાન ગણેશ ઉત્સવ રદ્દ કરતા તમામ મુતિકારોએ ગોડાઉન ભાડે રાખીને મૂર્તિઓ સાચવી રહ્યા છે. ચાલુ વર્ષે ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા ગણેશ મંડળોને પરવાનગી આપવા અંગે રાજ્ય મૂર્તિકાર મંડળના પ્રમુખ અને તેના સભ્યોએ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી તમામ ઉત્સવો ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને લઈને રાજ્યના તમામ મૂર્તિકરો ઉપર આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. કોરોના મહામારી વહેલી તકે દૂર થાય અને ચાલુ વર્ષથી ગણેશ ઉત્સવ મંડળોને ધામધૂમથી ઉજવવા પરવાનગી આપવામાં આવે તેવી રજુઆત કરી છે. રાજ્યના મૂર્તિકરોએ POPની મૂર્તિના મુદ્દે દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટીબ્યુનલ પ્રિન્સિપલ બેંચે પણ મૂર્તિકરોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોવિડની તમામ ગાઈડ લાઈન સાથે ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપવા રાજ્યના મૂર્તિકારોએ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી માંગ કરી છે

ગયા વર્ષે કોરોનાકાળ સમયે ગણેશ ચતુર્થી પર્વની સરકારે સૌને ઘરે જ મૂર્તિ લાવી ઉત્સવ મનાવવા જણાવ્યું હતું. જેના કારણે મૂર્તિકારો બેરોજગાર બન્યા હતા. ત્યારે આ વર્ષે ગણેશ પર્વની ઉજવણી વચ્ચેની બાધા દૂર કરવા સરકારને કરી અપીલ કરી હતી.

મૂર્તિકાર આખા વર્ષ દરમિયાન પોતાની કલાથી મૂર્તિ બનાવી ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે સરકાર કોરોના ગાઇડલાઇન મુજબ છૂટછાટ આપે એવી આશા વ્યક્ત કરી હતી. મૂર્તિકારોએ ગત વર્ષના જેમ દોઢથી બે ફુટની મૂર્તિ બનાવવાની હાલ તૈયારી શરુ કરી દીધી છે. પરંતુ આ વર્ષે ગણેશ ચતુર્થી વિષે સરકારના જાહેરનામા અત્યાર સુધી બહાર ન પડતા મૂર્તિકારો મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે મૂર્તિકારો સરકારના જાહેરનામાની રાહ જોઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...