તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધુબન ડેમના 5 દરવાજા ખોલાયા:વલસાડના ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ, દમણના લોકો રાત આખી જાગ્યા, NDRFની ટીમ તેનાત

વલસાડ6 દિવસ પહેલા
  • ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
  • નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને તંત્ર દ્વારા પેટ્રોલિંગ

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેને કારણે ડેમના 9 દરવાજા 4 મીટર ખોલવાની જરૂર પડી હતી. 21 જુલાઇની બપોરથી લઇને 22 જુલાઈએ વહેલી સવારના 5 વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. દમણના લોકો ભયના માહોલ વચ્ચે આખી રાત જાગ્યા હતા. આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમના 7 દરવાજા 2 મીટર ખોલાયા છે અને 51 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાત્રે 3 વાગ્યે ડેમની સપાટી 73.70 મીટર નોંધાઈ હતી
ઉપરવાસના વરસાદને કારણે મધુબન ડેમની સપાટી રાત્રે 3 વાગ્યે 73.70 મીટર નોંધાઈ હતી. ડેમના 9 દરવાજા ખોલી 1.43 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. જોકે સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી 72.90ની આસપાસ પહોંચી છે. ડેમમાં 43247 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 1.34 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવાયા
ડેમમાંથી પાણી છોડાતાં નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેને લઇને દમણ વહીવટી તંત્રએ પાલિકા અને ગામડાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોને અલર્ટ કર્યા હતા, જેને કારણે દમણના લોકો આખી રાત જાગ્યા હતા. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું, સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્રની ટીમ પણ ખડે ​​​​પગે હતી અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરી રહી હતી. જો સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તહેનાત કરવામાં આવી હતી.

દરિયાની ભરતીને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવ્યું
સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, તંત્ર દ્વારા દરિયાની ભરતીના સમયને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઇને દમણગંગા નદી કિનારે આવેલાં ગામોમાં કોઇ વિકટ પરિસ્થિતિ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલી અને દમણના વહીવટી તંત્રએ સતત 22 કલાક સુધી સંકલન કર્યું હતું.

21 જુલાઈની બપોરે 2 વાગ્યાથી 22 જુલાઈ બપીરે 12 વાગ્યા સુધીના મધુબન ડેમમાં પાણી છોડ્યાના આંકડા

સમયપાણી છોડાયું(ક્યૂસેક)કેટલા દરવાજા ખોલાયાકેટલા મીટર
2 PM(21 જુલાઈ)1.36 લાખ94
15:001.38 લાખ94
16:001.38 લાખ94
17:001.38 લાખ94
18:001.38 લાખ94
19:001.39 લાખ94
20:001.40 લાખ94
21:001.43 લાખ94.8
22:001.70 લાખ94.8
23:001.79 લાખ95
12 AM(22 જુલાઈ1.79 લાખ95
01:001.79 લાખ95
02:001.77 લાખ95
03:001.43 લાખ94
04:001.41 લાખ94
05:001.37 લાખ94
06:001.34 લાખ94
07:0085 હજાર92.5
08:0084 હજાર92.5
09:0053 હજાર72
10:0052 હજાર72
11:0052 હજાર72
12:0051 હજાર72

ધરમપુર તાલુકાના નાનગામ ખાતે પાર નદી પર આવેલો બ્રિજ ધોવાયો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનગામથી મોહનાકાવચાલી ,ચીચપાડા, માની, ટોકરખાડા ,પાંચવેરા થઈ બુરપડાથી નાસિકને જોડતો બ્રિજ ઉપરવાસના વરસાદને કારણે ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસના વરસાદનું પાણી પાર નદી ઉપર આવેલો બ્રિજ રેલના પાણીમાં ધોવાઈ ગયો હતો. સતત 5 દિવસથી ઉપરવાસમા પડી રહેલા વરસાદ ને કારણે મોહનાકાવચાલી અને નાનગામનો કોઝવે હજી પણ ડૂબાણમાં છે. જોકે આ રસ્તો 8 થી 10 ગામના લોકો જે મહારાષ્ટ્રની બોર્ડર પર વસવાટ કરે છે જેઓ ઉપયોગ મા લે છે. ભારે વરસાદ ને કારણે બ્રિજ ધોવતા લોકો મૂશેકલી મા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...