રક્તદાન મહાદાન:સંત નિરંકારી મિશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 60થી વધુ શ્રદ્ધાળુઓએ રક્તદાન કર્યું

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રાંચ વલસાડ અને અતુલ દ્વારા શ્રી ગાદીજીની વાડી વલસાડમાં આધ્યાત્મિક સત્સંગ સાથે રક્તદાન શિબરનું આયોજન

વલસાડ GMERS સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને પડતી રક્તની અછતને પહોંચી વળવા માટે વલસાડ અને અતુલમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનના સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંત નિરંકારી મિશનનાં 60થી વધુ શ્રદ્ધાળુ ભક્તો તેમજ સેવાદારો દ્વારા નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરિયાતના સમયે બ્લડ યુનિટ મળી રહે અને રક્તની અછતને પહોંચી વળવા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના માધ્યમથી સંત નિરંકારી મંડળ દ્વારા યુવાનોમાં વધુને વધુ રક્તદાન કરવાની પ્રેરણા મળે અને યુવાનો વધુ રક્તદાન કરવા પ્રેરાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સેવાદારો અને સત્સંગી યુવકોએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

યુવાઓને રક્તદાન કરવા માટે અપીલવલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થતા અકસ્માતના દર્દીઓ અને ઓપરેશન વાળા દર્દીઓને ઓપરેશન દરમ્યન ઉભી થતી રક્તની અછત સામે સિવિલ હોસ્પિટલના દર્દીઓએ માત્ર વલસાડ રક્તદાન કેન્દ્ર ઉપર આધાર રાખવો પાસે છે. સિવિલ હોસ્પિટલની મોટી બ્લડ બેન્ક હોવા છત્તા યુવાનો મોટા ભાગે સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરતા નથી હોતા. જેથી જી.એમ.ઈ.આર.એસ., મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડૉ. ઉમેશભાઈ અને ડૉ. અમિતા પટેલની ટીમ ત્યાં ઉપસ્થિત રહી યુવાનોને સમયસર રક્તદાન કરવા અપીલ કરી હતી.

આ શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી ઝોન-૩૦ સુરતના ઝોનલ ઈન્ચાર્જ મહાત્મા આદરણીય શ્રી ઓઁકાર સિંહજી દ્વારા કરવામાં આવ્યું. તેમણે રક્તદાન શિબિર માં હાજર રહેલા રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા તેમજ જનકલ્યાણ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કર્યા હતા. માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશ આપ્યો એમણે કહ્યું કે, "ભક્તિ બધા કરતા હોય છે પણ પ્રભુ વગર ભક્તિ થઈ નહિં શકે" ભક્તિના માટે, જેમની ભક્તિ કરવામાં આવી રહી છે એ પ્રભુને જાણવુ પણ જરૂરી છે. વર્તમાન સમયના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ બ્રહ્મજ્ઞાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી રહ્યા છે.

છેલ્લા 36 વર્ષથી યોજાઈ રહી છે રક્તદાન શિબિરસંત નિરંકારી મંડળ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર નું આયોજન દિલ્લીમાં નવેમ્બર 1986 આયોજન કરવામાં આવ્યું હતું, વાર્ષિક નિરંકારી સંત સમાગમના અવસર પર કરવામાં આવ્યું જેમાં બાબા હરદેવ સિંહ જી એ આ શિબિરનું ઉદ્ઘાટન કર્યું અને આ અભિયાનમાં મિશનના અનુયાયીઓ દ્વારા નિરંતર છેલ્લા 36 વર્ષોથી ચલાવવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી 6,991 રક્તદાન શિબિર માંથી 11,58,760 યુનિટ રક્તદાન જનકલ્યાણ ની ભલાઈના હેતુ એકત્રિત કરવામાં આવ્યું છે. બાબા હરદેવ સિંહજી એ માનવતાને આ સંદેશ આપ્યો કે ' લોહી નાળાઓમાં નહીં નસોમાં વહેવવું જોઈએ.' સંત નિરંકારી મિશન ના ભક્તજન આ સંદેશને ચરિતાર્થ કરતા દિવસ રાત માનવમાત્ર ની સેવામાં તત્પર છે અને વર્તમાન સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ નિર્દેશ અનુસાર આ અભિયાનને નિરંતર વધુ આગળ વધારવા માં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...