વલસાડના પાથરી ગામ ખાતે વાંકી નદીના કિનારે થેલામાં બાંધેલી હાલતમાં 3 દિવસ પૂર્વે હત્યા કરી પાણીમાં ફેંકેલી લાશ સ્થાનિક મજૂરોને મળતા વલસાડ રૂરલ પોલીસ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસ અને LCBની ટીમે જીણવટ ભરી રીતે તપાસ હાથ ધરતા ઘટના સ્થળની અજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં વલસાડ LCB અને રૂરલ પોલીસે 150થી વધુ લોકોના નિવેદનો મેળવ્યા છે. 20થી વધુ શકમંદોના નેવેદન મેળવી જીણવટ ભરી રીતે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ તાલુકાના ચણવઇ ખાતે રહેતો 32 વર્ષીય વિકાસ વિજયભાઈ પટેલ, 15 દિવસ પહેલા બોટમાં નોકરી કરી ઘરે પરત ફર્યો હતો. તેની પાથરી ગામમાં આવેલી વાંકી નદીમાં એક થેલામાં બાંધી હત્યા કરેલી હાલતમાં લાશ નજીકમાં કામ કરતા શ્રમિકોને મળી આવી હતી. શ્રમિકોએ તાત્કાલિક ગામના સરપંચ અને અગ્રણીઓને અને રૂરલ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા 2 દિવસ પહેલા હત્યા કરી લાશને પાણીમાં ફેંકી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.
વિકાસના ખિસ્સામાંથી માત્ર રૂ. 30 મળી આવ્યા હતા. વિકાસ પાસેથી કોઈ મોબાઇલ કે અન્ય કોઈ પુરાવા મળ્યા ન હતું. વલસાડ રૂરલ પોલીસે સોશ્યલ મીડિયામાં માધ્યમથી આજુબાજુના ગામોના અગ્રણીઓને ફોટા મોકલાવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ચણવઇ ખાતે રહેતા વિકાસની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ LCB અને રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને કામદારોના ઘટના અંગે નિવેદન નોંધવામાં આવ્યા છે. LCB અને રૂરલ પોલીસે મળી 20થી વધુ શકમંદોની જીણવટ ભરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.