તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જિલ્લામાં 100થી વધુ જિમ બંધ થવાના આરે

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19ના ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે જીમ શરૂ કરવા માગ

રાજ્ય સરકારે અન્ય વ્યવસાયને છુટ આપતાં જિલ્લામાં હાલમાં હોટલો,પાનના ગલ્લા,દૂકાનોને શરૂ થઇ ગયા છે પરંતું આરોગ્ય પ્રેમીઓ માટે પહેલી પસંદ ગણાતા જિમ ચાલૂ ન કરાતાં છેલ્લા 2 વર્ષથી જીમ સંચાલકો અને તેમા કામ કરતા સ્ટાફ કર્મીઓના માથે આજીવિકાનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે.નાણાંકીય સંકટના કારણે જીમ બંધ થવાની ભીતિ ઉઠી રહી છે.વલસાડ જિલ્લાના જીમ સંચાલકો દ્વારા કોવિડ-19ના નિયમોના ચૂસ્ત પાલન સાથે જીમ સ્થળ શરૂ કરવા છુટ આપવાની માગ ઉઠી છે.વલસાડ જિલ્લામાં હાલમાં 100થી વધુ જીમ બંધ હાલતમાં પડ્યા છે.કોરોના કાળને લઇ બંધ પડેલા જિમને ટકાવવું મુશ્કેલ બન્યું છે.

​​​​​​​જીમમાં અદ્યતન સાધનોના નિ‌ભાવનો ખર્ચ યથાવત રહેવા સાથે તેમાં કામ કરતા સ્ટાફની આજીવિકા પણ બંધ થઇ ગઇ છે.હાલમાં રાજ્ય સરકારે હોટલો,રેસન્ટોરન્ટો,પાનના ગલ્લા,તમામ પ્રકારની દૂકાનો ચાલૂ કરવા છુટ આપી તો આરોગ્ય માટે ખુબ મહત્વના ગણાતા જિમ પણ ફરજિયાત માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, સેનેટરાઇઝિંગ જેવા કોવિડ-19ના ચૂસ્ત પાલન સાથે ચાલૂ કરવા માગણી કરવામાં આવી છે.વલસાડના જિમ સંચાલકોની હાલત અત્યંત કફોડી થઇ રહી છે.શારીરિક તંદુરસ્તી માટે લાખોના સાધનોથી સજ્જ કરાયેલા જિમ ભેંકાર પડ્યા છે.સરકાર આરોગ્ય માટે લોકોને મદદરૂપ થતા જિમ ચાલૂ કરવા નિર્ણય લે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

હેલ્થ-ઇમ્યુનિટી વધારવા ગાઇડ કરાય છે
જિમ 3 હજાર ચો.ફુટ સુધીનો એરિયા ,રેન્ટ મોટા હોય છે.તમામ માર્કેટ ઓપન તો જીમને શા માટે છુટ નથી મળતી.હેલ્થ માટે જિમ મદદરૂપ છે.અમારા જીમમાં કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ આવ્યું નથી.જિમ હેલ્થ રિલેટેડ છે.અમો સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, માસ્ક,સેનેટરાઇઝિંગ જેવા તમામ નિયમોનું પાલન કરીએ છીએ.સરકારને વિનંતી કરીએ કે જિમને વહેલી તકે છુટ આપો. -હેતલબેન કેવત,જિમ સંચાલક

જિમનો શું વાક, સ્વાસ્થ્ય સારૂ રહે છે
સરકાર દ્વારા અન્ય વ્યવસાયો,પાનલારીગલ્લા સુધીના ધંધા માટે છુટ આપી છે તો અમારો શું વાંક છે. જીમથી હેલ્થ ઇમ્યુનિટી પાવર વધે છે. લારી ગલ્લા સુધી ચાલૂ છે એટલે સરકાર જિમને પણ પરવાનગી આપે તો કોવિડ નિયમોનું ચૂસ્ત પાલન કરીશું.- મનિષ બલસારા,જિમ સંચાલક

અન્ય સમાચારો પણ છે...