• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • More Than 100 Crore Doses Of Vaccine Celebrated In The Country At Valsad Civil Hospital, District Police Department Honors Health Workers

સન્માન સમારોહ:દેશમાં વેક્સિનના 100 કરોડથી વધુ ડોઝની સિદ્ધિની વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી, જિલ્લા પોલીસ વિભાગે આરોગ્ય કર્મીઓનું સન્માન કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • સિવિલ હોસ્પિટલના તબીબો તથા નર્સીંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું
  • વલસાડના ધારાસભ્ય, શહેરની અગ્રણી સંસ્થાઓ અને DySPના અધ્યક્ષ સ્થાને આરોગ્ય કર્મીઓને સન્માનિત કર્યા

દેશભરમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ આપીને આરોગ્ય કર્મીઓએ મેળવેલી સિદ્ધિની ઉજવણી વલસાડ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે વલસાડના ધારાસભ્ય, શહેરની અગ્રણી સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ વલસાડ DySP HQમનોજ શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિનેશનની ઉત્તમ કામગીરી કરનારા આરોગ્યકર્મીઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા.

ગત તા.16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થયેલા કોરોના મહામારી પ્રતિરોધક રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. કોરોનાકાળ દરમિયાન દર્દીઓની સારવાર અને રસીકરણ અભિયાન અંતર્ગત સતત કાર્યરત રહેલા હેલ્થકેર વર્કર્સની કામગીરીને બિરદાવવાના ભાગરૂપે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓનો સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં DySP HQ મનોજ શર્મા, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, શહેરની અગ્રણી સંસ્થાઓના આગેવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો તથા નર્સીંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે DySP HQ મનોજ શર્માએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધિમાં વલસાડ જિલ્લાના આરોગ્ય કર્મીઓનું મહત્વ પૂર્ણ યોગદાન છે. આજે જિલ્લામાં મહત્તમ રસીકરણ માટે સતત કાર્યરત આરોગ્યકર્મીઓનું વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં બાકી રહેલા નાગરિકોનું પણ ઝડપથી રસીકરણ પૂર્ણ કરી શકાય તે માટે તેમને પ્રોત્સાહન મળશે. વલસાડ સિવિલ હોસ્પિટલના વેક્સિનેશન વોર્ડ નજીક પોલીસ વિભાગ તથા મેડીકલ સ્ટાફ અને શહેર તેમજ જિલ્લાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...