યુવકના આપઘાતથી માતા-પત્નીનો કલપાંત:પત્ની અને 3 બાળકોને પિયર મૂકી આવી વલસાડના યુવકે પિતાને ફોન કરી કહ્યું, હું આત્મહત્યા કરું છું અને ગળાફાંસો ખાઈ લીધો

વલસાડ16 દિવસ પહેલા
  • માતા-પિતા તાત્કાલિક પુત્ર ધવલને બચાવવા ઘરે દોડી આવ્યાં પણ મોડું થઇ ગયું
  • ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
  • પોલીસે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી

વલસાડના મોગરાવાડી ખાતે રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડએ 3જી ઓક્ટોબરની મોડી સાંજે તેની પત્ની અને 3 બાળકોને પિયર મૂકી આવ્યાં બાદ દારૂના નશામાં અટક-પારડી રહેતા માતા-પિતાને ફોન કરી પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી રહ્યો હોવાનું જણાવી આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ મોગરાવાડી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ વલસાડ સિટી પોલીસને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

3 બાળકોની સાથે પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો
વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો યુવક ધવલ ગુણવંતભાઈ રાઠોડે 7 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. રવિવારે સાંજે ધવલ 3 બાળકોની સાથે પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો. ઘરે આવ્યા બાદ દારૂના નશામાં ધવલે અટક-પારડી રહેતા તેના માતા-પિતાને ફોન કરીને અગમ્ય કારણોસર પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

માતા-પિતાએ યુવકને ફોન ઉપર સમજાવવાના પ્રયાસો કર્યા
માતા પિતાએ ધવલને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. ધવલ સાથે ફોન ઉપર સંપર્કમાં રહીને તેને વાતોમાં પાડીને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, તેમછતાં ઘવલે ફોન કટ કરીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ધવલના માતા-પિતા તાત્કાલિક ધવલને બચાવવા ઘરે દોડી આવ્યાં હતા.

આ ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાને લઈ ધવલની માતા અને પત્નીના કલ્પાંતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.

માતાપિતા અટકપારડી ઘરે આવે તે પહેલા જ પુત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોગરાવાડીના આ યુવાને તેના માતાપિતાને ફોન ઉપર ફાંસો ખાઇ લેવાની વાત કરતાં પોતાના પૂત્રની આ વાત સાંભળી માતાપિતાના જીવ અધ્ધર થઇ ગયા હતા. તેમણે પૂત્રને આવું કોઇ પગલું ન ભરવા સમજાવવા કોશિશ કરવા છતાં તેણે સાંભ‌ળ્યું ન હતું. છેવટે ગભરાયેલા માતાપિતા અટકપારડીથી મોગરાવાડી આવી પહોંચે તે પહેલા તેમના પૂત્રએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા હૈયાફાટ રૂદનના દશ્યો સર્જાયા હતા.

ઘરે એકલો હતો ત્યારે જ પગલું ભર્યું
વલસાડના મોગરાવાડીના આ પરિણીત યુવાને આત્મહત્યા કરતા પહેલાં તેની પત્ની અને સંતાનોને પિયર મૂકી આવતા ઘરમાં એકલો જ હતો.ત્યારે દારૂના નશામાં યુવાને આ પગલું ભર્યું હોવાની સ્થળ ઉપર લોકોમાં ચર્ચા ચાલી હતી. જો કે આ યુવાની આત્મહત્યાનું કારણ અકળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...