વલસાડ GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નોકરી કરતા એક ડોક્ટર ગત મહિને ટ્રેનમાં ચઢવા ગયા ત્યારે યાત્રીઓની ભીડનો લાભ લઈને ડૉક્ટરના પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી ગયો હતો. વલસાડના ડોક્ટર તેઓ જનરલ કોચમાં બેઠા ત્યારે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ચેક કરવા જતાં મોબાઈલ મળ્યો ન હતો. આજ રોજ વલસાડ GRP પોલીસ મથકે તેમનો મોબાઇલ ચોરી થઇ ગઇ હોવાની તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી ટ્રેનના સમયના વલસાડ રેલવે સ્ટેશન અને અજુબાજુના વિસ્તારના ફૂટેજ ચેક કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડ GMERS મેડિકલ કોલેજમાં નોકરી કરતા ડો. વિશાલ મગનભાઇ જાલોધરા (ઉ.વ. 23 રહે. સુરત) ગત 13મી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વલસાડ રેલવે સ્ટેશનથી સુરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે તેઓ વલસાડ રેલવે સ્ટેશન ઉપરથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ચઢ્યા ગયા હતા. ટ્રેનમાં ચઢતા અને ઉતરતા યાત્રીઓની ભારે ભીડનો લાભ લઈને અજાણ્યો ચોર ઈસમ ડો. વિશાલના પેન્ટના ખિસ્સામાં મુકેલા મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હતો. ટ્રેનના જનરલ કોચમાં બેઠા બાદ ડો વિશાલે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ચેક કરતા મોબાઈલ મળ્યો ન હતો. ઘટના અંગે સુરત જઇ ડો. વિશાલે ઓનલાઇન પોલીસ ફરિયાદ કરી હતી. આ અંગે મોડે મોડે વલસાડ GRP પોલીસ મથકે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ GRPની ટીમે રેલવે સ્ટેશન ઉપરના CCTV ફૂટેજ અને રેલવે સ્ટેશનની બહારના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.