રજૂઆત:ડુંગરી, અતુલ, વાસણમાં ટ્રેન સ્ટોપેજ માટે MLAની માગ

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનનું વળતર વહેલું ચૂકવવા જીએમને રજૂઆત

વલસાડ તાલુકાના ડુંગરી,અતુલ અને જોરાવાસણ રેલવે સ્ટેશનો ઉપર લોકલ વધુ ટ્રેનોના સ્ટોપેજ આપવા માટે ધારાસભ્ય દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.જેમાં રેલવે ઓવરબ્રિજના બાંધકામમાં ગયેલી જમીનના વળતર માટે થતો વિલંબ દૂર કરવા માટે પણ જીએમને રાવ કરાઇ છે. વલસાડ તાલુકાના ડુંગરી પંથકના ગામો,અતુલ વિસ્તારની આસપાસના ગામડા અને જોરાવાસણ સહિતના ગ્રામજનોને રેલવે ટ્રેનોની વધુ સુવિધાઓ પૂરી પાડવા લાંબા સમયથી માગણી થઇ રહી છે.

પરંતુ તેનો કોઇ કાયમી નિરાકરણ કરવામાં ન આવતાં ધારાસભ્ય ભરતભાઇ પટેલ સમક્ષ રજૂઆતો કરાઇ હતી.આ પ્રશ્નના નિરાકરણ માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ સમક્ષ ધારાસભ્ય ભરતભાઇ પટેલે લેખિત મુદ્દાઓ રજૂ કરી ઘટતું કરવા માગ કરી છે.

આ ઉપરાંત રેલવે ઓવરબ્રિજના બાંધકામ માટે જે ખેડૂતો અને અન્ય માલિકોએ જમીન ગુમાવી છે તેનું વળતર ચૂકવવામાં થઇ રહેલા વિલંબનો મુ્દ્દો ઉઠાવી ધારાસભ્યએ તેનો ઉકેલ લાવવા પણ ઘા નાખી છે.ગ્રામ્ય સ્તરે રેલવે કોરિડોરની કામગીરીમાં ચોમાસામાં થતાં પાણીના ભરાવાનો પ્રશ્ન પણ ઉઠાવાયો હતો.ધારાસભ્ય ભરતભાઇ પટેલે રેલવે જનરલ મેનેજર આલોક કંસલ સમક્ષ પાસ હોલ્ડરોની સમસ્યાનો ઉકેલ લાવવા મુદ્દો રજૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...