વલસાડ જિલ્લાના કાજણહરી ગામે કાંઠણ ફળિયામાં રહેતા 24 વર્ષીય બિનલબેન અલકેશભાઇ લાડ સાત દિવસ અગાઉ તેમના અબ્રામા સ્થિત પિયરથી બે પુત્રી સાથે ગુમ થયા હતાં. આ અંગે મહિલાના પતિએ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનાર મહિલા અને તેમની બે પુત્રીને શોધી કાઠવા માટે વલસાડ રૂરલના પીઆઇ આર.બી.વનારના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવાઇ હતી.
જમાદાર વિક્રમ રાઠોડને ટેકનીકલ અને ખાનગી બાતમી મળી હતી કે, ગુમ થનાર મહિલા અને તેમની બે પુત્રી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના દેહસરાસલી ગામે છે. વલસાડ પોલીસની ટીમે ભુજ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. આખરે વલસાડ પોલીસ ગુમ થનારી મહિલા બિનલબેન લાડ અને બે પુત્રીનો કબજો મેળવી વલસાડ પહોંચ્યા હતાં. સોમવારે મહિલા અને તેની બે પુત્રીનો કબજો પરિવારને સોંપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.