તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનહાનિ ટળી:વલસાડના RPF જવાનની બંદૂકમાંથી મિસ ફાયર, બંદૂક ચેક કરતી સમયે અકસ્માત ગોળી છૂટી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી

વલસાડ આર.પી.એફ પોલીસ મથકમાં ગતરોજ સાંજના સુમારે આર.પી.એફ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન ડ્યુટી જોઇન્ટ કરવા પહેલા HC દ્વારા બંદૂક ચેક કરતા બંદૂક માંથી ગોળી છૂટી હતી. સદનસીબે આ બનાવમા કોઈને પણ જાનહાનિ થઈ ન હતી. આ બનાવને પગલે આર.પી.એફ ના ઉચ્ચ અધિકારીઓ સહિત એફ.એસ.એલની ટીમ એ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વલસાડ આર.પી.એફ. પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ, વલસાડ આર.પી.એફ પોલીસ મથક માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમરજીત ઝા ગતરોજ અંદાજે 7 વાગ્યાના સુમારે પોતાની ફરજ પર જાવ માટે પોલીસ મથકે આવ્યા હતા. અને રાબેતા મુજબ આર.પી.એફ પોલીસ મથકે મુકેલી ( એસ.એલ.આર ) બંદૂક લઇ રૂટિન ચેક કરી રહિયા હતાં તે દરમિયાન બંદૂક માંથી અચાનક ગોળી છટકી હતી. જોકે, આ બનાવ મા કોઈને પણ જાનહાનિ કે ઇજા થઈ ન હતી.

આ બનાવ બનતા વલસાડ આર.પી.એફ પોલીસ મથકે તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. અને તજવીજ હાથ ધરી હતી. આ બનાવ મા રૂટિન હથિયાર ચેકીંગ દરમિયાન બનીયો હોવાનું પ્રથમ તપાસ માં જાણવા મળ્યું છે. અને તે સામાન્ય પ્રક્રીયા હોવાથી અધિકારીઓ તપાસ કરી રહીયા છે.

અન્ય સમાચારો પણ છે...